Not Set/ ગુજરાતની જનતાને જન્મ-મરણના દાખલા માટે લાઇનોમાંથી મુક્તિ, મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેરની સાથે સાથે પોતાના સ્નેહીજનોના મૃત્યુ થતા મહાનગરોના લોકોને લાંબી લાઈનમાં પ્રમાણપત્ર મેળવવા માટે ઉભુ રહેવું પડતું હતું. આ દરમિયાન પણ સંક્રમણનો ખતરો રહેલો હોય છે. સમગ્ર ગુજરાતની જનતાને

Top Stories Gujarat
cm thursday ગુજરાતની જનતાને જન્મ-મરણના દાખલા માટે લાઇનોમાંથી મુક્તિ, મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કહેરની સાથે સાથે પોતાના સ્નેહીજનોના મૃત્યુ થતા મહાનગરોના લોકોને લાંબી લાઈનમાં પ્રમાણપત્ર મેળવવા માટે ઉભુ રહેવું પડતું હતું. આ દરમિયાન પણ  સંક્રમણનો ખતરો રહેલો હોય છે. સમગ્ર ગુજરાતની જનતાને થઈ રહેલી હાલાકીને ધ્યાનમાં લઇ અને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ફરી એક વખત સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે.મહાનગરો અને નગરપાલિકામાં હાલ લોકોને પ્રમાણપત્ર મેળવવા લાઈનોમાં ઉભુ રહેવુ પડે છે, જેના દ્વારા પણ કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય રહેલો છે, અને તે કારણે જ આ બારીઓ બંધ કરવામાં આવી છે.લોકોને પ્રવર્તી રહેલા ભયમાંથી મુખ્યમંત્રીએ મુક્તિ આપી છે. હવે જન્મ અને મરણનું પ્રમાણપત્ર રૂબરૂ નહી આપવામાં આવે. ટેમ્પરરી આ પ્રથા બંધ કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી અને લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે જન્મ અને મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઉભા રહેવું નહીં પડે.ટૂંક સમયમાં ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ અને મરણ પ્રમાણપત્ર ડાઇનલોડ કરી શકાય તે માટે આપના મોબાઇલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે.આ લિંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. ટૂંક જ સમયમાં ઓનલાઈન સિસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે આપના મોબાઈલ ફોન ઉપર SMSથી આ અંગેની લિંક મોકલવામાં આવશે. આ લિંક મારફતે જ્ન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.

લેટ ફી વસૂલવામાં નહી આવે

આ અંગે પ્રાપ્ત વધુ વિગતો પ્રમાણે 1 એપ્રિલ 2021થી 31મી જુલાઈ 2021 દરમિયાન બનેલા કે બનનારા જન્મ-મરણના બનાવો કોરોના મહામારીને કારણે વિશિષ્ટિ સંજોગોમાં બની રહ્યા હોવાને કારણે 21 દિવસમાં નોંધાવી શકાયા ન હોય તો તેવા 22 દિવસથી વધુ પરંતુ 365 દિવસ સુધી વિલંબિત જન્મ કે મરણના બનાવોની નોંધણી માટે એફિડેવીટ કરવામાંથી પણ હાલ પુરતી મુક્તિ આપવામાં આવી છે અને આ અંગે લેટ ફી વસૂલવામાં નહી આવે.

24 કલાકમાં 174 લોકોના મોતથી ફફડાટ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.

s 3 0 00 00 00 1 ગુજરાતની જનતાને જન્મ-મરણના દાખલા માટે લાઇનોમાંથી મુક્તિ, મુખ્યમંત્રી રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય