ઝારખંડમાં ભાજપના પરાજય બાદ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા કરતા કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કહેવું જોઈએ કે તેઓ વિદ્યાર્થીઓના અવાજને શા માટે દબાવતા હોય છે. અને તેમને કેમ નોકરી નથી મળી રહી. આપણા દુશ્મનો પણ જે ન કરી શક્યા, તો આપણી પ્રગતિ રોકવા માટેનું કામ નરેન્દ્ર મોદી હવે કરી રહ્યા છે.
દેશના અર્થતંત્ર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમે દેશને કહો કે, આપણો વિકાસ દર કેવી રીતે 9 થી 4 ટકા નીચે આવી ગયો છે? તમે યુવાનોને કહો કે તમે તેમને રોજગાર કેમ આપી શકતા નથી?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજ ઘાટ ખાતે પાર્ટી જ્યાં # સૈટિનેસશીપ એમેડમેન્ટ એક્ટ સામે વિરોધ નોંધાવી રહી હતા ત્યાથી PM મોદી પર વ્યંગ કરતા કહ્યું કે, જ્યારે કપડાંની વાત આવે છે, ત્યારે તમારા કપડાને કારણે આખું રાષ્ટ્ર તમને જાણે છે. તમે તે છો જ 2 કરોડ નું સુટ પહેરે છે ભારતની જનાતા નહિં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.