ગુજરાત/ દેશની તુલનામાં ગુજરાતનો ખેડૂતો છે ઓછો દેવાદાર, રાજ્યના 42.5 ટકા ખેડૂતો દેવાતળે દટાયેલાં

ખેડૂતો માટે પણ સારા સમાચાર એ છે કે દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં દેવાદાર ખેડૂતો ની સંખ્યા ઓછી હોવાનું તારણ બહાર આવ્યું છે…

Gujarat Others
ખેડૂતો

ગુજરાતમાં ખેડૂત સંગઠનો દેવા માફીની માગ કરી રહ્યાં છે.પરંતુ સરકાર ખેડૂતો ને ઓશિયાળા બનાવવા માગતી નહીં હોવાથી ખેડૂતોના દેવા માફ કરવાના મુદ્દે સરકાર નમતું જોખવા તૈયાર નથી.બીજીબાજુ ખેડૂતો માટે પણ સારા સમાચાર એ છે કે દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં દેવાદાર ખેડૂતો ની સંખ્યા ઓછી હોવાનું તારણ બહાર આવ્યું છે.

આ પણ વાંચો :માફિયા ડોન અતિક અહમદને ન મળી શક્યા ઓવૈસી, કોંગ્રેસે નિશાન સાધ્યું

ભારત કૃષિપ્રધાન દેશ છે. તો ગુજરાત કૃષિપ્રધાન રાજ્ય છે. આ ઉક્તિ કાયમ યથાર્થ જળવાયેલી રહે એ હેતુ સરકાર કૃષિ ને હંમેશા પ્રોત્સાહન આપવા અનેકવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને લાભ આપવા તૈયાર છે. પરંતુ ખેડૂત અને ખેડૂત પરિવારને ઓશિયાળા બનાવવાના મતમાં નથી. આ હેતુ જ કેન્દ્ર થી શરૂ કરીને ગુજરાતમાં પણ સરકાર ખેડૂતોના દેવા મુદ્દે દેવા માફ નહીં કરવા મક્કમ છે. જો કે ગુજરાતમાં ખેડૂતોના દેવાની સ્થિતિએ ગૌરવ લઇ શકાય એવી વાત સત્તાવાર રિપોર્ટમાં સામે આવી છે.

આ પણ વાંચો :આ કોઝવેમાં પૂરના પાણીએ અનેક લોકોનો જીવ લીધો છે, ઓવરબ્રિજ મળશે કે પછી હજુ કુરબાનીઓ લેવાશે ?

કેન્દ્રસરકારના નેશનલ સેમ્પલ સર્વે-2019ના જાહેર થયેલાં 77 મા રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતના ખેડૂતોના શિરે અન્ય રાજ્યોના ખેડૂતો કરતાં ઓછું દેવું રહેલું છે. દેશમાં આંધ્રપ્રદેશમાં 93.2 ટકા ખેડૂતોના શિરે દેવું છે.તો ગુજરાતમાં માત્ર ખેડૂતોના દેવાનું પ્રમાણ 42.5 રહ્યું છે.

અન્યરાજ્યોની તુલનામાં ગુજરાત ક્યાં ?

  • રાજ્ય                   – કેટલા ટકા ખેડૂતોના શિરે દેવું
  • આંધ્રપ્રદેશ           –            93.2
  • કેરળ                    –            69.90
  • પંજાબ                 –             54.40
  • હરિયાણા            –            47.50
  • ગુજરાત              –             43.50

ગુજરાતમાં  વર્ષ-2015ના સર્વે આધારિત સત્તાવાર રીતે નોંધાયેલાં ખેડૂતોની સંખ્યા 53 લાખ 20 હજાર 726 છે. જેની સામે નેશનલ સેમ્પલ સર્વે -2019માં જણાવાયા મુજબ દેવાદાર ખેડૂતોની સંખ્યા 22 લાખ 61 હજાર 266 છે. જે ટકાવારીની દ્ર્ષ્ટિએ 42.5 ટકા થાય છે. સર્વેમાં જણાવ્યા મુજબ ખેડૂત દીઠ વાર્ષિક રૂ.56 હજાર 568 દેવું  હોવાની વિગત પણ અહેવાલમાં દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો :દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની કરી ચોરી

એકંદ અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતના ખેડૂતના શિરે દેવું ઓછું છે. પરંતુ સરકાર કૃષિહિતલક્ષી યોજનાના લાભ આપીને ખેડૂતોને સદ્ધર બનાવવા ઉત્સુક છે. પરિણામે ગુજરાત સહિત દેશભરમાં ખેડૂત સંગઠનોના દેવા માફ કરવાના મુદ્દે આયોજીત આંદોલન સફળ થશે નહીં તે નિશ્ચિત છે.હવે ખેડૂતોના વલણ પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો :UPL 26ના ગોડાઉનમાં ફોસ્ફરસનું ડ્રમ છટકીને પડતા લાગી ભીષણ આગ