ગુજરાત/ રાજયમાં મહેસુલ વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે

આ ટાસ્ક ફોર્સ પ્રજાના પ્રશ્નોના નિકાલ ને લઈને આવેલી ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે અને જે ફરિયાદો છે તેને સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે

Gujarat
Untitled 396 રાજયમાં મહેસુલ વિભાગમાંથી ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ટાસ્ક ફોર્સની રચના કરાશે

ભ્રષ્ટ્રાચાર મુકત શાસન કરવાની દિશામાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આગળ વધી રહી છે રાય સરકાર દ્રારા આગામી દિવસોમાં રાય સરકાર ટાસ્ક ફોર્સની રચના કરી ને પ્રજાના કામ ઝડપભેર થાય તે દિશામાં આગળ વધી રહી છે તેને અનુલક્ષીને  તમામ કલેકટરો અને પ્રાંત અધિકારીઓ સાથે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહત્વની બેઠક વી.સી મારફતે ગાંધીનગર ખાતે બોલાવી હતી.

આ પણ વાંચો ;સર્ચ ઓપરેશન / NCBની ટીમ સર્ચ ઓપરેશન માટે અનન્યા પાંડેના ઘરેથી શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચી

આ ટાસ્ક ફોર્સ પ્રજાના પ્રશ્નોના નિકાલ ને લઈને આવેલી ફરિયાદ સંદર્ભે કલેકટર કચેરીની ઓચિંતી ચકાસણી કરશે અને જે ફરિયાદો છે તેને સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવશે.મહેસુલ વિભાગમા તમામ કલેકટર અને પ્રાંત અધિકારી સાથે બેઠક નુ આયોજન કરવામા આવ્યુ છે. વિડિયો કોન્ફરન્સ દ્રારા વિગતો મેળવી તેના પર ચર્ચા અને ઉકેલ લાવવામાં આવશે.મહેસુલ વિભાગમા તમામ કલેકટર અને પ્રાંત અધિકારી સાથે બેઠક નુ આયોજન કરવામા આવ્યુ છે. વિડિયો કોન્ફરન્સ દ્રારા વિગતો મેળવી તેના પર ચર્ચા અને ઉકેલ લાવવામાં આવશે.

આ પણ વાંચો ;જામીન અરજી / આર્યન ખાનને મળી જામીન અંગે વધુ એક તારીખ,26 ઓકટોબરે હાઇકોર્ટમાં સુનાવણી

આગામી દિવસોમાં મહેસુલ વિભાગની ટીમો બનશે જે ટીમ ની અંદર ડેપ્યુટી કલેકટર થી નીચેનીકક્ષાનો એક પણ અધિકારી નહીં હોય અને આ ટાસ્ક ફોર્સ ઓચિંતિ ગમે તે જિલ્લા કલેકટર ઓફિસે જઈને ચકાસણી કરશે.અને પડતર પ્રશ્નો વગેરે પર ચર્ચા થશે.કોઈ પણ અધિકારી કે કર્મચારી પૈસા માગતો હોય તો ખુફિયા રેકોર્ડ કરી અમને મોકલો,ના મંજુર કરવા ખાતર ના મંજુર કરવા ના મુદ્દાઓમાં પણ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. કયાંક ખોટું થતું હોય તો સરકાર ચલાવી લેવા માંગતી નથી તેવું તેમણે સ્પષ્ટ્રપણે જણાવ્યું છે.