અમદાવાદ/ IPS સહિતના અધિકારીઓની બદલી,પ્રમોશન અટકવાનું કારણ શું

ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ પડે તે પહેલા પોલીસબેડામાં બદલીઓનો ધમધમો શરુ થઈ ગયો છે. એમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી સાથે તેમને કયા ઠેકાણે મુકાશે તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

Ahmedabad Gujarat
બદલી

રાજય પોલીસના 9 રેન્જ IG  પૈકી પાંચ રેન્જ IG એવા છે જેમનો પિરીયડ પુરો થઈ ગયો છે. બીજીતરફ જુનાગઢ રેન્જ IG મનીન્દર સિંગ પવાર ડેપ્યુટેશન પર હોવાથી આ જગ્યા ખાલી પડશે. નવાઈની વાત એ છે કે બરોડા રેન્જ આઈજી હરેકૃષ્ણ પટેલ નિવૃત થઈ ગયા છે અને દોઢ વર્ષથી આ જગ્યા ખાલી પડી છે. હાલમાં આ પદ પર ગોધરા રેન્જ આઈજી એમ.એસ.ભરાડા ઈન્ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવે છે. એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કુલ પાંચ રેન્જ આઈજીની બદલી થવાની શક્યતા છે.

બીજીતરફ છેલ્લા આઠ મહિનાથી DY SPના પ્રમોશન અટકેલા પડેલા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ચર્ચા છે કે સરકાર ચૂંટણીલક્ષી તાયફાઓમાંથી ઉંચીજ આવતી નથી. જેના કારણે અધિકારીઓનાં પ્રમોશન અને બદલીઓ લટકી પડી છે.

રાજ્યમાં પોલીસ કર્મચારીઓ પે ગ્રેડ માટે આંદોલન કરીને સરકારની ઉંઘ હરામ કરી નાંખી હતી.તે સમયે સરકારે કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ મે ગાજર લટકાવી દીધું હતું. આવા સમયે સરકારે ત્વરીત કાર્યવાહી કરવી જરૃરી બને છે. સરકારમાં ચાલતી ચર્ચા મુજબ બદલીઓ અને પ્રમોશન અટકવા પાછળ જૂથવાદ જવાબદાર છે. આમ વિવિધ કારણોસર સમગ્ર મામલો ખોરંભે ચડ્યો છે.

આ પણ વાંચો: એકનાથ શિંદે સરકારમાં 18 મંત્રીઓ જોડાયા, 40 દિવસ બાદ કેબિનેટનું વિસ્તરણ

આ પણ વાંચો:પાલનપુરના બે સગીરને વિચિત્ર બિમારી, વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાયા, જાણો શું છે લક્ષણો ?

આ પણ વાંચો: જય માતાજી નૌકા વિહારની દાદાગીરી, તંત્ર દ્વારા નોટીસ છતાં ધંધો યથાવત