કૌભાંડ/ અમદાવાદમાં નર્સિંગ કોલેજ અચાનક જ બંધઃ સંચાલકો તાળા મારી છૂ

કોલેજમાં લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ પૈસા સહીત ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કર્યા હતા

Ahmedabad Gujarat
શ્રી લક્ષ્મી પેરામેડિકલ કોલેજ naroda

અમદાવાદમાં આવેલી નર્સિંગ કોલેજના પાટિયા અચાનક જ પડી ગયા છે. Fraud કોલેજના સંચાલકો રીતસરના ફી ઉઘરાવી છૂ થઈ ગયા છે. આ કોલેજ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી છે. જેનું નામ શ્રી લક્ષ્મી પેરામેડિકલ કોલેજ છે. આ શ્રીલક્ષ્મી પેરામેડિકલ કોલેજ હજુ બે વર્ષ અગાઉ જ શરુ કરવામાં આવી હતી. આ કોલેજમાં નર્સિંગ કોર્સ ભણાવવામાં આવતો  હતો.  જે વિદ્યાર્થી આ કોર્સમાં એડમીશન લેવા માંગતા હોય તેમને વીસ હજાર ફી ચૂકવવાની હોય છે. પરંતુ આ કોર્સની એક્ચ્યુઅલ ફી એક થી બે લાખ જેટલી હતી.

આ કોલેજમાં લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. Fraud  વિદ્યાર્થીઓએ પૈસા સહીત ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કર્યા હતા. આ સંસ્થા થોડા સમય માટે ચાલી અને ત્યારબાદ અચાનક જ બંધ થઇ ગઈ  હતી. ઓફિસને આમ અચાનક તાળા લાગી જવાથી વિદ્યાર્થીઓમાં ટેન્શનનો માહોલ છવાઈ ગયો હતો.

આ કોલેજના સંચાલકોએ આશરે ત્રણ થી ચાર કરોડ જેટલી Fraud  ફી ઉઘરાવી હતી. ત્યારબાદ અચાનક જ આ કૌભાંડી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. તેમના ફોન પણ બંધ કરી દીધા હતા જેથી કોઈ તેમનો સપર્ક ન સાધી શકે. આ ઘટના બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓએ નરોડા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી હતી, આટલું જ નહિ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. કેમ કે આ 150 વિદ્યાર્થીઓના ભવિષ્ય નો સવાલ છે જેમાં તેમની પાસેથી તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ જ છીનવાઈ ગયા છે. તો ઓરીજનલ ડોક્યુમેન્ટ અને બીજી તરફ મધ્યમ વર્ગના લોકો સાથે થયેલી છેતરપિંડી સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

આ ડોક્યુમેન્ટનો દુરુપયોગ પણ થઇ શકે છે તેવી ચિંતા Fraud વાલીઓમાં જોવા મળી હતી. અમદાવાદમાં આવેલી  કોલેજ અચાનક બંધ જતા આ સમગ્ર મામલાને નરોડા પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવ્યો હતો, પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: મોદી સરકારના નવ વર્ષ/ મોદી સરકારના 9 વર્ષ, શું બદલાયું આ 9 વર્ષની સરકારમાં 

આ પણ વાંચો: ગુજરાત હવામાન વિભાગની આગાહી/Gujarat: કાળઝાળ ગરમીથી મળશે થોડી રાહત, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:  New Parliament Building/ નવા સંસદ ભવનનું ઉદઘાટન થશે મંત્રોથી, તમિલનાડુથી પંડિતોને બોલાવવામાં આવશે