Congress/ લાગે છે કોંગ્રેસે કામ શરુ કરી દીધું, ભાજપ આગેવાન સહિત 70 કાર્યકરો કોંગ્રેસમાં

કોંગ્રેસની શિર્ષનેતાગીરી દ્વારા ગઇકાલે જ વાર્તાલાપ પછી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય પ્રદેશ સંગઠનનાં માળખામાં કોઇ ફોરફારો કરવામાં આવશે નહીં

Top Stories Gujarat Others
arjun modhavaniya લાગે છે કોંગ્રેસે કામ શરુ કરી દીધું, ભાજપ આગેવાન સહિત 70 કાર્યકરો કોંગ્રેસમાં

કોંગ્રેસની શિર્ષનેતાગીરી દ્વારા ગઇકાલે જ વાર્તાલાપ પછી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્ય પ્રદેશ સંગઠનનાં માળખામાં કોઇ ફોરફારો કરવામાં આવશે નહીં માટે તમામ લોકો સાથે મળી ફક્ત અને ફક્ત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં કામે લાગી જાય. રાહુલ ગાંધીએ ખુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં અર્જૂન મોઢવાળીયા, ભરતસિંહ, ચાવડા અને ધાનાણી સહિતનાં નેતાઓ સાથે વર્ચ્યુલી આ મામલે ચર્ચા પણ કરી હતી.

gujarat congress 1 લાગે છે કોંગ્રેસે કામ શરુ કરી દીધું, ભાજપ આગેવાન સહિત 70 કાર્યકરો કોંગ્રેસમાં

લાગે છે કે કોંગ્રેસે પોતાની ઝંક ખાઇ ગેલી તલવાર એક વાર ફરી ખેચી છે અને વિંઝવાની ચાલુ કરી દીધી છે. બીલકુલ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાળીયાનાં વિસ્તાર પોરબંદર ભાજપનાં 70 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની વિગતો સામે આવી રહી છે. ભાજપના આગેવાનો સહિત 70 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાની વાતે રાજ્યભરમાં ચકચાર અને કોંગ્રેસમાં જૂસ્સો ભરી દીધો હોવાનું પણ જોવામાં આવી રહ્યું છે.

vishvas ghat 1 લાગે છે કોંગ્રેસે કામ શરુ કરી દીધું, ભાજપ આગેવાન સહિત 70 કાર્યકરો કોંગ્રેસમાં

પોરબંદર એટલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાળીયાનો વિસ્તાર કહી શકાય અને માટે જ કોંગ્રેસ આગેવાન અર્જૂન મોઢવાડીયાની આગેવાનીમાં ભાજપા આગેવાન સહિતનાં તમામ નેતા કાર્યકરતા કોંગ્રેસમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણએ કોંગ્રેસ માટે મોટી વાત કહી શકાય

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…