Zaghadia/ ઝઘડીયા તાલુકા APMC ખાતે સુશાસન દિવસની કરાઇ ઉજવણી

25 ડિસેમ્બર એટલે ઇશુનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભારતીય રાજનીતિનાં અજાતશત્રૂ એવા એટલ જી રુપી રાજનેતીક ઇશુનું પણ અવતરણ આજ દિવસે થયેલું. બીલકુલ આજે ભારતનાં કર્મઠ

Gujarat Others
WhatsApp Image 2020 12 25 at 5.39.11 PM ઝઘડીયા તાલુકા APMC ખાતે સુશાસન દિવસની કરાઇ ઉજવણી

25 ડિસેમ્બર એટલે ઇશુનો પ્રાગટ્ય દિવસ અને સાથે સાથે ભારતીય રાજનીતિનાં અજાતશત્રૂ એવા એટલ જી રુપી રાજનેતીક ઇશુનું પણ અવતરણ આજ દિવસે થયેલું. બીલકુલ આજે ભારતનાં કર્મઠ રાજનેતા અટલ જીનો જન્મદિવસ છે અને માટે જ આજનો દિવસ ગુજરાતની ભાજપ સરકાર અને ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે.

સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારશ્રીનો કાર્યક્રમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી હેઠળ માન. પ્રધાનમંત્રીશ્રીનું ઉદબોધન અને કેન્દ્ર સરકારશ્રીનો કાયઁક્રમ દિલ્હીથી જીવંત પ્રસારણથી ખેડૂતોને ઉદબોધન કયાં હતાં. તથા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઓનલાઈન લાંભાર્થીઓને કીટ વિતરણની જાખી કરાવી હતી.

WhatsApp Image 2020 12 25 at 5.39.12 PM ઝઘડીયા તાલુકા APMC ખાતે સુશાસન દિવસની કરાઇ ઉજવણી

ઝઘડીયા તાલુકાના 264 જેટલા લાભાર્થી રહ્યા હાજર

આજરોજ પૂર્વ વડાપ્રધાન અટલજીનો જન્મ દિવસ નિમિત્તે ભારત ભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમા ઝઘડીયા તાલુકાના APMC ખાતે સુશાસન દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગુજરાચ પ્રદેશમંત્રી ભરતસિંહ પરમાર તેમજ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, તથા રવજીભાઈ વસાવા, ઝઘડીયા ના મામલતદાર રાજવંશી તાલુકાના આગેવાનો, કાર્યકરતાઓ તથા ખેડૂતો લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

WhatsApp Image 2020 12 25 at 5.39.13 PM ઝઘડીયા તાલુકા APMC ખાતે સુશાસન દિવસની કરાઇ ઉજવણી

આ કાર્યક્રમમાં ખાસ સોશિયલ ડિસ્ટન્સનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કૄષિ ઇનપુટ સહાય, સાત પગલા ખેડૂત કલ્યાણ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના વિષે માહિત કરાયા હતા. તેમજ કેન્દ્ર સરકારશ્રીનો કાર્યક્રમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી વિશે માન.પ્રધાનમંત્રીનુ ઉદબોધન અને કેન્દ્ર સરકારશ્રીની કાર્યક્રમ દિલ્હીથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.

ઝઘડીયા તાલુકાના 26 જેટલા લાંભાઁથીઑને મંચ પર ઉપસ્થિત મહાનુભવો ના વરદ હસ્તે કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

@પ્રકાશ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ – ઝઘડીયા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…