પલસાણા તાલુકાનાં કડોદરા વિસ્તારમાં તૌકતે વાવાઝોડાને લઈ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેને લઈ કડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.ત્યારે હાલ કડોદરા ખાતે આવેલ સરદાર કોમ્પ્લેક્ષ માં ગટરના પાણીને લઈને સરદાર કોમ્પ્લેક્ષમાં વેપાર ધંધો કરતા લોકોને ભારે હાલાકીનો સામનો વેઠવો પડી રહ્યો છે ત્યારે આ મામલે કડોદરા નગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
કડોદરાની વાત કરીએ તો વાવાઝોડાની અસરને લઈ 40 થી 60 કી.મી ની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઇ કડોદરા અંદરપાસની કામગીરી નજીક આવેલા કોમ્પ્લેક્ષો સરદાર કોમ્પ્લેક્ષ, ઠાકોરજી કોમ્પ્લેક્ષ, મેડિકલ સ્ટોર ના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે સરદાર કોમ્પલેક્ષની જો વાત કરીએ તો તેની પાછળ આવેલ સોસાયટી ની ગટર લાઈનમાં કડોદરા નગર ખાતે આવેલ સરદાર કોમ્પ્લેક્ષના પાણીના નિકાલની લાઈન જોડી દેવામાં આવી છે જો કે કડોદરા ખાતે 100 કરોડના ખર્ચે અંડર પાસ બનાવામાં આવી રહ્યો છે ત્યારે શરૂઆતમાં જ વેપારી ગણ દ્વારા પહેલા વરસાદી પાણીના નિકાલ તેમજ ગટરની સુવિધા અંગેની આજીજી કરી હતી. પરંતુ પોતે કડોદરા નગરપાલિકાના અધિકારીઓ પોતે જ સ્વયં ત્રિકાળ જ્ઞાની હોય અને કોઈ સમશ્યા આવશે જ નહીં.
તેવી મનમાની કરીને કામગીરી શરૂ કરી દીધી હતી જોકે હાલ કુદરતી આફત આવતા નગરપાલિકાની ત્રિકાળ જ્ઞાનની આગાહી ખોટી પડી છે. અને હાલ સમસ્યા પ્રજા જનોને વેઠવી પડી રહી છે તેમજ હાલ પણ સરદાર કોમ્પ્લેક્ષ ખાતે વેપાર ધંધો કરતા વેપારી ગણો દ્વારા ટેલિફોનિક આ બાબતે ચર્ચા કરવા છતાં હજી મનસ્વી કારભાર થી ટેવાયેલા નગરપાલિકાના અધિકારીઓ આ વાતને માનવા તૈયાર નથી દ્રશ્યોમાં સાફ સાફ દેખાય આવે છે કે બે દિવસથી સતત પડી રહેલા વરસાદના પાણીનો નિકાલ હજી સુધી થયો નથી.
એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ ટોકતે વાવાઝોડાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે જેને પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના રહેલી છે ત્યારે સરદાર કોમ્પલેક્ષની ઉપર જ પ્રસુતિ ગૃહની હોસ્પિટલ આવેલ છે જ્યાં નવજાત શિશુને આવી ગંદકીનું ઇન્ફેક્શન લાગે તો તેના માટે જવાબદાર કોણ ? ત્યારે આ સરદાર કોમ્પ્લેક્ષમાં ભરાયેલા ગટરના પાણી જો સાફ નહીં કરવામાં આવે તો ચોક્કસ પણે રોગચાળો ફાટવાની ભીતિ સર્જાઈ રહી છે તો તેની પણ જવાબદારી કોણ લેશે માસુમ જનતા કે પછી નગરપાલિકાના અધિકારીઓ ?
હવે થોડાક જ દિવસોમાં ચોમાસાની સીઝન શરુ થવા જી રહી છે ત્યારે મનસ્વી કારભારથી ટેવાયેલા પાલિકાના અધિકારીઓ આ વખતે આ વિસ્તારના નગર જનોને પાણી માં ડુબાડશે કે પછી તારશે તે જોવું રહ્યું