ગેંગરેપ/ વેજલપુરમાં કેરળની મહિલા સાથે સામુહિક દુષ્કર્મ, પતિએ કંપનીના માલિક અને મિત્ર સાથે મળી આચર્યો બળાત્કાર

ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ ફેકટરી માલિક હરિ નાયર, તેના મિત્ર જય ચન્દ્રા સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. નવા મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને મહિલાનું શોષણ કરાતુ હતુ.

Gujarat
vejalpur વેજલપુરમાં કેરળની મહિલા સાથે સામુહિક દુષ્કર્મ, પતિએ કંપનીના માલિક અને મિત્ર સાથે મળી આચર્યો બળાત્કાર

અમદાવાદનાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચૌંકાવનારી ધટના સામે આવી છે..જેમાં કેરળની મહિલાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. પતિએ ફેકટરીના માલિક અને તેના મિત્ર સાથે મળીને ગેંગરેપ કરાવ્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. આ મામલે વેજલપુર પોલીસે મહિલાનાનં પતિ, પતિની ફેકટરીના માલિક અને તેના મિત્ર તથા એક મહિલા એમ કુલ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે..

કેરળની મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે તેના પતિએ પોતાની ખેડા ખાતેની ફેકટરીનાં માલિક અને તેના મિત્ર સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. 2013 થી 2019 દરમિયાન સતત દુષ્કર્મનો ભોગ બનેલી આ મહિલા 2020માં પતિના પર્સમાંથી પૈસા કાઢીને કેરળ નાસી ગઈ હતી અને કેરળમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમા ટ્રાન્સફર થઈ છે.

ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેના પતિએ ફેકટરી માલિક હરિ નાયર, તેના મિત્ર જય ચન્દ્રા સાથે મળીને દુષ્કર્મ આચર્યું હતું. નવા મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને મહિલાનું શોષણ કરાતુ હતુ. તેમજ મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવીને રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહિલા અને તેનો પતિ મૂળ કેરળમાં રહેતા હતા. ફેકટરી માલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. જેથી હરિ નાયરે 2011માં મહિલાના પતિને અમદાવાદ નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો અને ત્યાર બાદ 2013ના વર્ષમાં હરિ નાયર પડોશમાં રહેતી મહિલા રમા ઉદયનના ઘરે આવ્યો હતો. ત્યારે પીડિત મહિલાના પતિએ મદદ કરવાના નામે ત્યાં મોકલી હતી. રમાએ ફેકટરી મલિક સાથે સંબંધ રાખવાની વાત કરી હતી. પરંતુ તેણે ઇન્કાર કરતા હરિ અને જય ચન્દ્રાએ દુષ્કર્મ આચર્યું હતું.

આ મુદ્દે પતિને જાણ કરી હોવા છતાં તેને મદદ કરવાના બદલે આરોપીઓ સાથે મળીને શોષણ શરૂ કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. આ ફરિયાદને લઈને વેજલપુર પોલીસે મહિલા સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.. કેરળની મહિલાએ કરેલી ગેંગ રેપની ફરિયાદને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાનો પતિ અને રમા તેમજ જય ચન્દ્રા કેરળના હોવાનું ખુલ્યું છે. જ્યારે ફેકટરી માલિક હરી ખેડામાં હોવાનું તપાસમાં ખુલ્યું છે. હરી રાજકીય વગ ધરાવતો હોવાનો આરોપ પણ મહિલાએ કર્યો છે. જેથી પોલીસે ગેંગરેપની ફરિયાદને લઈને આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.