Not Set/ વલસાડની કરુણ ઘટના: બાઈક સવાર યુવક ઉપર હાઈટેન્શન વીજ તાર પડતાં મોત

અમદાવાદ: વલસાડમાં બાઇક સવાર એક યુવક ઉપર હાઈટેન્શન વીજ વાયર પડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હાઈટેન્શન વીજ લાઇનનો જીવંત વીજતાર તૂટીને પડતા યુવકના બંને હાથ વીજતારની સાથે જ ચોંટી ગયા હતા અને બંને હાથ શરીરથી અલગ થઇ ગયા હતા. કાંડાથી અલગ થયેલા આ હાથ વીજ વાયરની સાથે ચોંટેલી હાલતમાં રહ્યા હોવાથી લોકોમાં ભારે […]

Top Stories Gujarat Others Trending
Valsad's tragedy: Biker death after hit high-power electric wire on youth

અમદાવાદ: વલસાડમાં બાઇક સવાર એક યુવક ઉપર હાઈટેન્શન વીજ વાયર પડતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હાઈટેન્શન વીજ લાઇનનો જીવંત વીજતાર તૂટીને પડતા યુવકના બંને હાથ વીજતારની સાથે જ ચોંટી ગયા હતા અને બંને હાથ શરીરથી અલગ થઇ ગયા હતા. કાંડાથી અલગ થયેલા આ હાથ વીજ વાયરની સાથે ચોંટેલી હાલતમાં રહ્યા હોવાથી લોકોમાં ભારે કમકમાટી પ્રસરી જવા પામી હતી.

વલસાડના ગુંદલાવ નજીકની કમકમાટી ઉપજાવે તેવી એક ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ વલસાડના ગુંદલાવ વિસ્તારમાં જયદીપ આહીર નામનો યુવક પોતાની બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ સમયે તેના ઘર નજીક પહોંચ્યો હતો ત્યારે રસ્તા ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનનો જીવંત વીજતાર અચાનક તૂટી પડ્યો હતો. આ જીવંત વીજવાયર બાઈક સવાર યુવક જયદીપ આહીર પર પડ્યો હતો.

Valsad Vij Currant વલસાડની કરુણ ઘટના: બાઈક સવાર યુવક ઉપર હાઈટેન્શન વીજ તાર પડતાં મોત
mantavyanews.com

 

આ સમયે જીવંત વીજતાર યુવકના હાથમાં જ ફસાઇ જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો અને બાઈક પરથી નીચે પડી ગયો હતો. જો કે વીજ કરંટ એટલો જોરદાર હતો કે આ ઘટના પછી પણ અડધા કલાક સુધી જયદીપ આ જીવંત વીજ તાર સાથે જ ચોટયો રહ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે સ્થાનિક વીજ કંપનીના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી. જો કે વીજ કંપનીના અધિકારીઓ આ ઘટનાનો એક કલાક જેટલો સમય વિતી જવા છતાં પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા ન હતા. ભારે દોડધામ બાદ આખરે વીજ પ્રવાહ બંધ કરાવવામાં આવ્યો હતો. આ પછી સ્થાનિક રહેવાસીઓએ વિજ તાર સાથે ચોંટેલા યુવક જયદીપને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

Valsad Vij Currant1 વલસાડની કરુણ ઘટના: બાઈક સવાર યુવક ઉપર હાઈટેન્શન વીજ તાર પડતાં મોત
mantavyanews.com

 

પરંતુ હૃદય દ્રાવક ઘટના એ હતી કે, અડધો કલાક સુધી જીવંત વીજ તાર સાથે ચોટી રહેવાને કારણે આ યુવક જયદીપ આહીરના બંને હાથ ના કાંડા સુધીના બંને હાથ ના ભાગ શરીરથી છૂટા પડીને વિજ તાર સાથે જ ચોંટેલા રહ્યા હતા.

જેના કારણે સ્થાનિક લોકોએ કાંડા સુધીના બંને હાથને વિજ તાર સાથે જ ચોંટેલા રહેવા દઈને યુવકને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.