Not Set/ 11 ઓક્ટોબરનાં રોજ વકીલો જશે એક દિવસીય પ્રતિક હડતાળ પર 

ગુજરાત કો-ઓપરેટિવ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરેલ છે. જે અનુસાર, સમગ્ર ગુજરાતમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસિંગ સોસાયટી વીગેરે આવેલી છે અને જેના તકરારના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ 18 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ દ્વારા કરવામાં આવે છે. તેમજ એપ્લન્ટ ટ્રિબ્યુનલ તરીકે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રીબ્યુનલ છે. […]

Top Stories Ahmedabad Gujarat
strike 11 ઓક્ટોબરનાં રોજ વકીલો જશે એક દિવસીય પ્રતિક હડતાળ પર 

ગુજરાત કો-ઓપરેટિવ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરેલ છે. જે અનુસાર, સમગ્ર ગુજરાતમાં લાખોની સંખ્યામાં સહકારી બેંકો, ક્રેડિટ મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, મંડળીઓ, હાઉસિંગ સોસાયટી વીગેરે આવેલી છે અને જેના તકરારના નિકાલ માટે વિવિધ જિલ્લામાં કુલ 18 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ દ્વારા કરવામાં આવે છે.

તેમજ એપ્લન્ટ ટ્રિબ્યુનલ તરીકે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રીબ્યુનલ છે. જેમાં એક પ્રમુખ અને 3 મેમ્બર થઈ કુલ બે બેંચ બને છે. છેલ્લા સાત મહિનાથી 17 બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ ખાલી છે અને આ તમામ કેસો માત્ર એક નોમિની કરી રહ્યા છે. ટ્રિબ્યુનલમાં પણ રેગ્યુલર પ્રમુખની જગ્યા ખાલી છે, તથા બે મેમ્બરની જગ્યા ખાલી છે અને ત્રીજા મેમ્બર આ મહિનામાં રીટાયર થાય છે. બાર એસોસિએશને સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં સદર જગ્યાઓ ભરેલ નથી. અને છેલ્લા સાત મહિનાથી જગ્યાઓ ખાલી છે.

કોર્ટ માં જજની નિયુક્તિ ના થવાને કારણે વિવિધ સંસ્થાઓ અને લોકો ને ન્યાય મેળવવા માટે બહુ લાંબી રાહ જોવી પડે છે. અને સમય અને પૈસા બંને નુકશાન થઈ રહ્યું છે. જેને લઈને વકીલો દ્વારા તારીખ 11/10/2019ના રોજ એક દિવસીય પ્રતીક હડતાળ અને દેખાવ કરવાનું ઠરાવમાંમાં નક્કી કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.