Not Set/ તિતલી વાવાઝોડુ ત્રાટક્યું, ઓડિશાના 3 લાખ લોકોનું સ્થળાંતર,2ના મોત

ગોપાલપુર, ઓડિશા બંગાળના સમુદ્રમાં પર બનેલા દબાણના કારણે તિતલી વાવાઝોડુ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે પહોંચ્યું છે. ગુરવારે સવારે ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં તિતલી પહોંચતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ઓડિશાના દરિયા કિનારે આવેલા ગોપાલપુરમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળે છે અને બુધવારથી વરસાદ પણ વરસી રહ્યો છે. આંધ્રપ્રદેશમાં તિતલીના કારણે ભુસ્ખલન થતાં 2 વ્યક્તિઓના […]

Top Stories India
Titli તિતલી વાવાઝોડુ ત્રાટક્યું, ઓડિશાના 3 લાખ લોકોનું સ્થળાંતર,2ના મોત

ગોપાલપુર, ઓડિશા

બંગાળના સમુદ્રમાં પર બનેલા દબાણના કારણે તિતલી વાવાઝોડુ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે પહોંચ્યું છે. ગુરવારે સવારે ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં તિતલી પહોંચતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.ઓડિશાના દરિયા કિનારે આવેલા ગોપાલપુરમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળે છે અને બુધવારથી વરસાદ પણ વરસી રહ્યો છે.

આંધ્રપ્રદેશમાં તિતલીના કારણે ભુસ્ખલન થતાં 2 વ્યક્તિઓના મોત થયા છે.ગજપતિ જીલ્લાના અનેક ગામોમાં વીજળી ડુલ થઇ ગઇ છે.

ઓડિશાના 18 જિલ્લાઓમાં સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સરકારે દરિયા કિનારાના વિસ્તારમાંથી લગભગ 3 લાખ લોકોને બહાર કાઢ્યા હતા. વાવાઝોડાને પગલે ઓડિશામાં સ્કૂલ, કૉલેજ અને આંગણવાડી કેન્દ્ર 11 અને 12 તારીખ દરમિયાન બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

હવામાન વિભાગે તોફાન 165 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે તોફાનના કારણે 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશ સરકાર સલમાતીના પગલાં ભરી રહી છે. બન્ને રાજ્યોમાં એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.એ સિવાય ઇન્ડિય કોસ્ટ ગાર્ડની ટીમે પણ દરિયા કિનારે બચાવ કામગીરી શરૂ કરી છે.

પાંચ જિલ્લાના કલેક્ટરોએ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાનો આદેશ આપ્યો છે.

મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદ પીધીએ કહ્યું કે રાજ્યમાં 11 ઓક્ટોબરે થનારી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓને રદ કરી દેવામાં આવી છે. તોફાનને કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે.