પ્રયાગરાજ,
હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં ૧૫મી જાન્યુઆરી એટલે કે મંગળવારથી પ્રયાગરાજ ખાતે કુંભમેળાની શરૂઆત થઇ ગઈ છે.
આજે પ્રથમ શાહી સ્નાન હોવાના નાતે લાખોની સંખ્યામાં સંતો, મહંતો, કેન્દ્રીયમંત્રી તેમજ દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ કુંભમાં આસ્થાની પહેલી ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે.
આ દરમિયાન મોદી સરકારમાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ પ્રથમ શાહી સ્નાન વખતે સંગમ તટ પર સ્નાન કર્યું હતું.
તેઓએ સ્નાન સમયની પોતાની એક તસ્વીર ટ્વિટર પર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, #kumbh2019 #trivenisangam હર હર ગંગે”.
પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનો જ્યાં સંગમ થાય છે ત્યાં મોટી સંખ્યામાં નાગા સાધુઓ અને અન્ય અખાડાના સાધુ સંતો અને શ્રધ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી.