Not Set/ બનાસકાંઠામાં ઉત્તરાયણ બની માતમ, બે બાળકો સહિત ત્રણના મોત, બાળકી ધાબા પરથી પટકાઈ

બનાસકાંઠા, વિશ્વભરમાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પતંગ રસિયાઓ વહેલી સવારથી જ પતંગ ચગાવા માટે પોત પોતાના ટેરેસ પર ચડીને આનંદ લઇ રહ્યા છે. જયારે દેશભરમાં ખુશીનો માહોલ બની રહ્યો છે ત્યારે બનાસકાંઠાનાં અમુક પરિવારમાં આફતની ઉત્તરાયણ આવી હતી. જણાવીએ કે પાલનપુરમાં ઉત્તરાયણના થોડા કલાકો પહેલા એક બાળક પતંગ લૂટવા જતા ચાઇનીઝ […]

Top Stories Gujarat
moo 2 બનાસકાંઠામાં ઉત્તરાયણ બની માતમ, બે બાળકો સહિત ત્રણના મોત, બાળકી ધાબા પરથી પટકાઈ

બનાસકાંઠા,

વિશ્વભરમાં ઉત્તરાયણના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પતંગ રસિયાઓ વહેલી સવારથી જ પતંગ ચગાવા માટે પોત પોતાના ટેરેસ પર ચડીને આનંદ લઇ રહ્યા છે. જયારે દેશભરમાં ખુશીનો માહોલ બની રહ્યો છે ત્યારે બનાસકાંઠાનાં અમુક પરિવારમાં આફતની ઉત્તરાયણ આવી હતી.

જણાવીએ કે પાલનપુરમાં ઉત્તરાયણના થોડા કલાકો પહેલા એક બાળક પતંગ લૂટવા જતા ચાઇનીઝ દોરી વીજ વાયરનાં સંપર્કમાં આવતા એ બાળકનું મોત નીપજ્યું હતું. તો બીજીબાજુ અમીરગઢમાં પાણી ગરમ કરવાના હીટરથી વીજ કરંટ લગતા એક યુવકનું મોત થયું હતું.

એટલુજ નહીં કાલે ઉત્તરાયણના દિવસે ડીસામાં પણ એક હચમચાવી દે તેવી ઘટના ઘટી છે. જેમાં ડીસાના મોચીવાસમાં રહેતા. ગુલાબભાઈ મોચી જે પોતે હીરા ઘસી ને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આજે તેમની દિકરી નીતા જે કાલે વહેલી સવારે  પોતાના ધાબા પર પંતગ ચગાવતી હતી. ત્યારે અચાનક પાછળના ભાગે કઠેડો  કુદીને નીચે પછડાઈ હતી.

નીતાને લોહીથી લથપથ હાલતમાં ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા અવી હતી. જ્યાંના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી આ સાંભળતા પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો હતો અને આ પરિવાર પર આફત આવી પડી હતી.