ISRO Sun Mission/ આદિત્ય L-1 મિશનને લઈને મોટું અપડેટ, આ ખાસ ડિવાઇસ ચાલુ થયું

ભારતીય અવકાશ એજન્સી ISROએ આ વર્ષે 2 સપ્ટેમ્બરે તેનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ કર્યું હતું.

Top Stories India
YouTube Thumbnail 2023 12 02T145202.067 આદિત્ય L-1 મિશનને લઈને મોટું અપડેટ, આ ખાસ ડિવાઇસ ચાલુ થયું

ઈસરોના સન મિશન Aditya L1ને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. Aditya L1 કામ કરવાનું શરૂ કરી દીધું છે. યાનમાં લાગેલી પેલોડ આદિત્ય સોલ વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ એક્ટિવ થઈ ગયો છે અને હવે તેણે પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે આ પેલેટ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે અને તેમાં કોઈ સમસ્યા આવી રહી નથી. આદિત્ય L1ના ASPEXમાં બે સાધનો – સોલર વિન્ડ આયન સ્પેક્ટ્રોમીટર (SWIS) અને સુપરથર્મલ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં 10મી સપ્ટેમ્બરે જ STEPSએ કામ શરૂ કર્યું હતું.

સ્વિસે 2જી ડિસેમ્બરથી કામ કરવાનું શરૂ કર્યું છે. આ સાધનનું કામ સૌર પવન આયનોનો અભ્યાસ કરવાનું છે. જેમાં તેણે મુખ્યત્વે પ્રોટોન અને આલ્ફા કણોને સફળતાપૂર્વક માપ્યા છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આ અભ્યાસથી સૌર પવનો વિશે ઘણી માહિતી મળી છે. આની મદદથી ઈસરોના વૈજ્ઞાનિકો સૌર પવનોના કારણો અને પૃથ્વી પર તેની અસરો વિશે માહિતી મેળવી શકશે. સાથે અવકાશના હવામાન અંગે પણ આ અભ્યાસમાંથી ઘણી બધી માહિતી મેળવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય અંતરિક્ષ એજન્સી ISROએ આ વર્ષે 2 સપ્ટેમ્બરે તેનું પ્રથમ સન મિશન Aditya L1 લોન્ચ કર્યું હતું. શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી PSLV C57 લોન્ચ વ્હીકલથી Aditya L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. Aditya L1 પૃથ્વીથી 15 લાખ કિમી દૂર L1 બિંદુ પરથી સૂર્યનો અભ્યાસ કરશે. આ મિશન પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરી અને પછી તેના સૂર્ય મિશન પર સૂર્ય તરફ આગળ વધ્યું. આદિત્ય જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં L1 L પોઈન્ટ પર પહોંચી જશે.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: