અમદાવાદ/ નરોડા પાટીયા પાસે 5 લાખની લૂંટ, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા

નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બાઇક સવાર બદમાશોએ  લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક પાસેથી રૂ.5 લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
લૂંટ
  • અમદાવાદના નરોડા પાટીયા પાસે 5 લાખની લૂંટ
  • જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક પાસેથી ચિલઝડપ
  • લૂંટની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા

Ahmedabad News: અમદાવાદના નરોડા પાટીયા વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, નરોડા પાટિયા પાસે બાઇક પર આવેલા શખ્સોએ 5 લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં મોડી રાત્રે બાઇક સવાર બદમાશોએ  લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક પાસેથી રૂ.5 લાખની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિક એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો રૂપિયા 5 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ મામલે જીવનજ્યોતિ ગેસ એજન્સીના માલિકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 નરોડા પાટીયા પાસે 5 લાખની લૂંટ, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ