જુનાગઢ/ સાસણમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી, સિંહ સંરક્ષણ માટે યોજાયા વિવિધ કાર્યક્રમો

આજે ૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજના દિવસે એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર સાસણમાં સિંહ સંરક્ષણ માટે રેલી ડોક્યુમેન્ટરી સહિતના કાર્યક્રમો યોજાયા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Gujarat
Untitled26593 3 સાસણમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી, સિંહ સંરક્ષણ માટે યોજાયા વિવિધ કાર્યક્રમો

આજે એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર સાસણમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ તકે વન વિભાગ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક જન પ્રતિનિધિઓ, એન.જી.ઓના સભ્યો, પ્રકૃતિ પ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, ગ્રામજનો જોડાયા હતા. સાસણગીર સાથે જૂનાગઢમાં પણ વિવિધ સ્કૂલોમાં ઉજવણી થઈ હતી..

j1 2 સાસણમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી, સિંહ સંરક્ષણ માટે યોજાયા વિવિધ કાર્યક્રમો

ઉજવણીની શરૂઆતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સેટકોમ મારફત સિંહ સંરક્ષણ અને સંવર્ધન અંગેના સંદેશાના જીવંત પ્રસારણ કરવામાં આવ્યું અને ત્યારબાદ શાળાના પટાંગણમાંથી નિયત કરવામાં આવેલ રૂટ પર સિંહોના મ્હોરા પહેરી અને બેનર લઇ મહારેલી કાઢવામાં આવી હતી. રેલી બાદ સિંહ પર બનેલી આશરે ૧૦ થી ૧૨ મીનીટની ડોકયુમેન્ટ્રી ફિલ્મ નિહાળી ને સાથે એશિયાઇ સિંહના સંરક્ષણ માટે લોકોએ સામૂહિક સંકલ્પ લીધા હતા.

j2 3 સાસણમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી, સિંહ સંરક્ષણ માટે યોજાયા વિવિધ કાર્યક્રમો

આજના દિવસે સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે સૌરાષ્ટ્રના ૮ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં સિંહોની અવર જવર છે, જેને લઈને સિંહોની સંખ્યા વધી છે, જેમાં સૌથી મોટો સિંહફાળો સ્થાનિક ગ્રામજનો, માલધારીઓનો છે, સિંહોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા અવેરનેશના અનેક કાર્યક્રમો યોજી રહી છે, જેમ કે, ખેડૂત શિબિર, ઇકો ક્લબ, વન મહોત્સવના માધ્યમથી કામ કરવામાં આવી રહ્યું છે….