ગુજરાત હાઇકોર્ટના કોલેજિયમ દ્વારા 1 ડિસેમ્બર 2016ના રોજ 3 નામની જસ્ટિસ તરીકે નિમણૂક માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમને ભલામણ મોકલવામાં આવી હતી.
હાઇકોર્ટમાં વકીલાત કરતા ભાર્ગવ કારિયા, મેઘાબેન જાની અને સંગીતાબેન વિશેનની હાઇકોર્ટના કોલેજિયમ દ્વારા કરાયેલી ભલામણો બાદ સુપ્રીમના કોલેજિયમે જજ તરીકે નિમણુંક કરવા મંજૂરી આપી છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉ આ નામોની કેટલીક બાબતો અંગે વધુ સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જે સ્પષ્ટતાઓ સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા નવેસરથી પ્રપોઝલ મોકલવામાં આવી હતી.
રાજ્યના કાયદા વિભાગે ફાઇલ પર કરાયેલી નોંધને ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દ્વારા આ 3 વકીલોની હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિને મંજૂરીની મહોર મારી હતી. આગામી દિવસોમાં તેમની હાઇકોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણૂક કરાશે.