Good News!/ આ સપ્તાહમાં ઝાયડસ કેડિલાની વેક્સિનને મળી શકે છે મંજૂરી

ઝાયડસ કેડિલાની કોરોના રસીને આ અઠવાડિયે કટોકટીની મંજૂરી મળે તેવી અપેક્ષા છે. ઝાયડસ કેડિલાએ ગયા મહિને તેની કોવિડ -19 રસી ઝાયકોવ-ડીના તાત્કાલિક…

Top Stories India
ઝાયડસ કેડિલાની

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં આ સપ્તાહે વધુ એક સારા સમાચાર મળવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાયડસ કેડિલાની કોરોના રસીને આ અઠવાડિયે કટોકટીની મંજૂરી મળે તેવી અપેક્ષા છે. ઝાયડસ કેડિલાએ ગયા મહિને તેની કોવિડ -19 રસી ઝાયકોવ-ડીના તાત્કાલિક ઉપયોગ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી મંજૂરી માટે અરજી કરી હતી.

આ પણ વાંચો:પાકિસ્તાનની અવળચંડાઈ : અમૃતસરની સીમામાં ડ્રોન દ્વારા બે કિલો આરડીએક્સ ભરેલો ટિફિન બોમ્બ ફેંક્યો

કંપનીએ ગયા મહિને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ભારતમાં 50 થી વધુ કેન્દ્રોમાં તેની કોવિડ -19 રસી માટે ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યા છે. તેમની કોવિડ -19 રસી ઝાયકોવ-ડી કોરોના સામે પ્લાઝમિડ ડીએનએ રસી છે. કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડો.શર્વિલ પટેલે જણાવ્યું હતું કે જ્યારે રસી મંજૂર થશે ત્યારે તે માત્ર પુખ્ત વયના લોકોને જ નહીં પરંતુ 12 થી 18 વર્ષના કિશોરોને પણ મદદ કરશે.

વેક્સિનના એક અથવા બે નહીં, 3 ડોઝ લગાવવામાં આવશે. ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે ઝાયડસ કેડિલાની બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે. કેટલા તાપમાને સ્ટોર કરી શકાશે રસી આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે.

આ પણ વાંચો:ચીનની સીમાથી માત્ર 25 કિમી દૂર અપાચે ફાઇટર હેલિકોપ્ટર કરાયું તહેનાત

આ પ્લાઝમિડ DNA રસી છે. આપને જણાવવું રહ્યું કે,પ્લાઝમિડ એ મનુષ્યમાં જોવા મળતા DNA નો એક નાનો ભાગ છે. આ રસી માનવ શરીરમાં કોષોની મદદથી કોરોના વાયરસનું સ્પાઇક પ્રોટીન તૈયાર કરે છે અને આ શરીરમાં કોરોના વાયરસના મહત્વના ભાગને ઓળખવામાં મદદ કરે છે. આ રીતે શરીરમાં જ વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે.

આ વેક્સિનને લગાવવા માટે સ્પ્રિંગની મદદથી તૈયાર કરવામાં આવેલ ડિવાઈસનો ઉપયોગ કરવામાં આવશે,જેના દ્વારા વેક્સિનને ત્વચા પર લગાવવામાં આવશે.

આ પણ વાંચો:MP વિધાનસભામાં 1560 જેટલા બિનસંસદીય શબ્દો પર પ્રતિબંધ

આ રસીના કેટલા ડોઝ આપવામાં આવશે?

આ રસીનું પરીક્ષણ ત્રણ ડોઝ મુજબ કરવામાં આવ્યું છે. પ્રથમ ડોઝના 21 દિવસ પછી બીજી ડોઝ આપવામાં આવશે અને ત્રીજો ડોઝ 56 દિવસ પછી આપવામાં આવશે. સાથે કંપનીએ દાવો કર્યો હતો કે, આ રસીનું પરીક્ષણ  બે ડોઝમાં પરીક્ષણ કરવામાં આવ્યુ છે અને તે જ પરિણામો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સિનના માત્ર બે ડોઝ પણ લાગુ કરવામાં આવી શકે.

આ પણ વાંચો: વાળંદે કાપી નાંખી પંડિતજી ચોટી, પછી જે થયું…તે જાણીને ચોંકી જશો