આશરો/ દિયોદરમાં પંચાયત દ્વારા વિચરતી વિમુક્ત જાતિને પ્લોટ અપાયા

થોડા દિવસ અગાઉ દિયોદરમાં પાણી માટે પણ ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતો અને ગ્રામજનો સામે સરકાર ઝુકી હતી.

Top Stories Gujarat Others
દિયોદર

દિયોદર ગામ પંચાયત દ્વારા 134 પૈકી 110 રાહતના પ્લોટ આપવાના હુકમો કરવામાં આવ્યો છે. વર્ષોથી વિચરતી જાતિ સમુદાયના ગરીબ, રઝળતા, ઝુંપડી પટ્ટીમાં રહેતા પરિવારોને રાહતના પ્લોટના હુકમ આપવામાં આવ્યા છે. દિયોદર માં લોકોને આ પ્લોટ મળવાથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

બનાસકાંઠાનાં દિયોદર ખાતે આવા ગરીબ પરિવારોને કોઈ મકાનનો સહારો નહોતો ત્યારે આજે દિયોદર  ગ્રામ પંચાયત દ્વારા 134 પૈકી 110 ગરીબ પરીવારોને પ્લોટની ફાળવણી મહિલા સરપંચ દ્વારા પહેલ કરાઈ છે. દિયોદરના મહિલા સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા, દિયોદર મામલતદાર , ટીડીઓ  પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા  ગ્રામ પંચાયત સદસ્યો, તલાટી સહીત  લાભાર્થીઓ, ગ્રામજનો ની ઉપસ્થિતિ રહ્યાં.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ દિયોદરમાં પાણી માટે પણ ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે ખેડૂતો અને ગ્રામજનો સામે સરકાર ઝુકી હતી. વધુ વિગત અનુસાર બનાસકાંઠાના દિયોદરમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના આંદોલનનું  સુખદ પરિણામ આવ્યું હતું. સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની માગને  સ્વીકારી લેવામાં આવી હતી. દિયોદર મામલતદારે મોડી રાત્રે ખેડૂતો સાથે બેઠક કરી હતી અને તે બેઠકમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સ્વીકારાતા મામલતદાર સાથે બેઠક બાદ ખેડૂતોને રાહત થતાં આંદોલનને રાત્રે સમેટીલેવામાં આવ્યું હતું. ઘણા દિવસથી દિયોદરણા ખેડૂતો વિવિધ રીતે આંદોલન કરી રહ્યાં હતા. આવેદનથી લઈને આંદોલન સુધીના પ્રયત્નો બાદ ખેડૂતોએ પાણી નહી તો વોટ નહી એવું પોસ્ટર યુધ્ધ પણ કર્યું હતું અને મામલો વધુ બગાડતાં જણાતા સરકારે પગલાં ભરીને ખેડૂતોને પાણી આપવાની સહમતી દાખવી છે. હવે દિયોદરમાં વિકાસાત્મક કાર્ય જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યોની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા