Sports News: IPL રમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ફટકો પડ્યો છે. તેમના કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સની ધીમી ઓવર રેટના ગુનાને કારણે ઋષભ પંતને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
Delhi Capitals captain Rishabh Pant has been fined and suspended for one match for breaching the IPL Code of Conduct after his team maintained a slow over-rate during Match 56 against Rajasthan Royals. As it was his team’s third offence of the season under the IPL’s Code of… pic.twitter.com/DroNSYboiU
— ANI (@ANI) May 11, 2024
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઋષભ પંતની ટીમે IPL 2024ની મેચ નંબર 56 દરમિયાન રાજસ્થાન રોયલ્સ સામે સ્લો ઓવર રેટ હેઠળ બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
ઋષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. હવે ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો:નારાયણની તોફાની બેટિંગથી કોલકાતાનો જંગી જુમલો
આ પણ વાંચો:ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને લાગી શકે છે ફટકો
આ પણ વાંચો:નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગમાં કરી કમાલ, ભાલા ફેંકમાં જીત્યો સિલ્વર
