US-Iran Ceasefire Controversy: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અત્યારે પોતાના જ દેશમાં ટીકાઓનો સામનો કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓ અને અમેરિકન સીનેટરો આ સમજૂતીને ટ્રમ્પનું ‘સરેન્ડર’ ગણાવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે હવે વ્હાઈટ હાઉસે (White House) મૌન તોડ્યું છે અને ઈરાનના 10 મુદ્દાના પ્રસ્તાવ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
શું ઈરાન સામે ઝૂકી ગયા ટ્રમ્પ?
અમેરિકી સીનેટર ક્રિસ મર્ફી સહિતના ઘણા નેતાઓએ ટ્રમ્પની આકરી ટીકા કરતા તેમને રાષ્ટ્રપતિ પદ માટે ‘અનફિટ’ ગણાવ્યા હતા. વિવાદનું મુખ્ય કેન્દ્ર ઈરાન દ્વારા મોકલવામાં આવેલો 10 મુદ્દાનો પ્રસ્તાવ (10-point proposal) છે. વિરોધ પક્ષનો આરોપ છે કે ટ્રમ્પે ઈરાનની તમામ શરતો માની લીધી છે.
વ્હાઈટ હાઉસનો આકરો જવાબ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ તમામ આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે:
પ્રસ્તાવ નકારી દીધો: ઈરાને શરૂઆતમાં જે 10 મુદ્દાનો પ્રસ્તાવ આપ્યો હતો તે બિલકુલ સ્વીકાર્ય નહોતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Trump) અને તેમની ટીમ દ્વારા તે પ્રસ્તાવને સાચા અર્થમાં કચરાપેટીમાં (Trash Can) ફેંકી દેવામાં આવ્યો હતો.
હકીકત કંઈક અલગ છે: લેવિટે મીડિયાને વિનંતી કરી છે કે તથ્ય વગરની વાતો ન ફેલાવવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ (Trump ) ક્યારેય ઈરાનની ‘વિશ લિસ્ટ’ ને સમજૂતી તરીકે સ્વીકારશે નહીં.
અમેરિકાનું હિત સર્વોપરી: રાષ્ટ્રપતિ ટ્રમ્પ (Trump ) માત્ર એવો જ સોદો કરશે જે અમેરિકાની જનતાના હિતમાં હોય.
હોર્મુઝ સ્ટ્રેટ પર ફરી તણાવ
શાંતિનો આ સંદેશા લાંબો સમય ટકી શક્યો નથી. લેબેનોન પર ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને ફરીથી આક્રમક વલણ અપનાવ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ખોલવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ ઈરાને તેને ફરી બંધ કરવાની ધમકી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાએ નક્કી કરવું પડશે કે તેને સીઝફાયર જોઈએ છે કે ઈઝરાયેલ દ્વારા યુદ્ધ.
આ પણ વાંચો : ઈરાને સાઉદીની લાઈફલાઈન કાપી! યાનબુ બંદર પર મિસાઈલ એટેક
આ પણ વાંચો : સીઝફાયર અંત નથી, આંગળી હજુ ટ્રિગર પર છે’, નેતન્યાહુએ ફરી યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી
આ પણ વાંચો : ઈરાન સાથે મળીને કામ કરીશું’, યુદ્ધવિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત

