Gandhinagar News : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Election)માં મતદારોનો ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો. શહેરના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. આ આંકડા મુજબ એક લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હોવાનું સામે આવ્યું છે. ઓછા મતદાનને કારણે હવે રાજકીય પક્ષોમાં પરિણામોને લઈને ચર્ચા તેજ બની છે.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં મતદાન ધીમું
ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ 11 વોર્ડમાં કુલ 269 મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે, શરૂઆતથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની ખાસ ભીડ જોવા મળી નહોતી. સવારે 7થી 9 વાગ્યા દરમિયાન માત્ર 5.80 ટકા મતદાન (Gandhinagar Voting Percentage)નોંધાયું હતું.
Gandhinagar Election : સવારે 11 વાગ્યા સુધી 18.24 ટકા મતદાન
મતદાનની શરૂઆત ધીમી રહેતાં દિવસ દરમિયાન મતદાનની ટકાવારી (Gandhinagar Voting Percentage)વધશે તેવી આશા રાખવામાં આવી હતી. પરંતુ સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન માત્ર 18.24 ટકા સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ પણ મતદાનમાં અપેક્ષા મુજબનો ઉછાળો જોવા મળ્યો ન હતો. દિવસ દરમિયાન ગરમી અને નવરાત્રિ પર્વની તૈયારીઓના કારણે પણ મતદાન પર અસર પડી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચાર વોર્ડમાં EVM બદલવાની ફરજ પડી
મતદાન દરમિયાન વિવિધ વોર્ડમાં નાના-મોટા છમકલા અને વિવાદના બનાવો સામે આવ્યા હતા. આ ઉપરાંત ટેકનિકલ ખામીને કારણે વોર્ડ નંબર 1, 2, 6 અને 10માં EVM (EVM Machine)બદલવાની ફરજ પડી હતી. ચૂંટણી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઓછા મતદાનથી રાજકીય ગણિત પર નજર
ગાંધીનગર મનપાની ચૂંટણી (Gandhinagar Municipal Corporation)માં 59.25 ટકા મતદાન (59.25 Percent Voting)નોંધાતાં રાજકીય પક્ષો હવે પરિણામોના ગણિતમાં વ્યસ્ત બન્યા છે. ઓછા મતદાનની અસર કયા પક્ષને થશે અને કયા વોર્ડમાં ઉમેદવારોને ફાયદો કે નુકસાન થશે તે પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ થશે. હવે તમામની નજર ચૂંટણીનાં પરિણામો પર ટકેલી છે.
