GU Nirja Gupta News: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા (Nirja Gupta News) સામે થયેલા ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિના આરોપોની તપાસ વચ્ચે હવે જાહેર જનતા પાસેથી ફરિયાદો અને રજૂઆતો મંગાવવામાં આવી છે. યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર નોટિસ મૂકીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. આ પગલાંને કારણે ઉચ્ચ શિક્ષણ જગતમાં ચર્ચા શરૂ થઈ છે.
Nirja Gupta News: નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ
મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટી (Gujarat University News)ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા ખર્ચ, નિમણૂંકો, પ્રોજેક્ટ્સ અને અન્ય સંબંધિત બાબતોની તપાસ માટે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં સત્ય શોધક સમિતિની કાર્યવાહી (Nirja Gupta Investigation) શરૂ કરવામાં આવી છે. તપાસનો સમયગાળો 1 જુલાઈ 2023થી 30 જૂન 2026 સુધીનો રાખવામાં આવ્યો છે.
આ તપાસના ભાગરૂપે યુનિવર્સિટી (Gujarat University Complaint)ના ઇન્ચાર્જ કુલપતિના આદેશથી જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. તેમાં કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સંગઠનને સંબંધિત બાબતો અંગે ફરિયાદ અથવા રજૂઆત કરવાની તક આપવામાં આવી છે.
30 ઓક્ટોબર સુધીમાં લેખિત રજૂઆત કરવી પડશે
નોટિસ અનુસાર, ફરિયાદ કે રજૂઆત કરનાર વ્યક્તિએ પોતાની અરજી લેખિતમાં આપવાની રહેશે. સાથે આધારકાર્ડની ઝેરોક્ષ નકલ પણ જોડવાની રહેશે. આ દસ્તાવેજો ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગ ખાતે 30 ઓક્ટોબર સુધીમાં રૂબરૂમાં જમા કરાવવાના રહેશે.
યુનિવર્સિટીના ઇતિહાસમાં પૂર્વ કુલપતિ સામે આ રીતે જાહેરમાં ફરિયાદો મંગાવવાની પ્રક્રિયાને અસામાન્ય પગલા તરીકે જોવામાં આવી રહી છે. યુનિવર્સિટીના ખર્ચ અને વહીવટી નિર્ણયો સંબંધિત રેકોર્ડ સંસ્થામાં ઉપલબ્ધ હોવા છતાં જાહેર જનતા પાસેથી રજૂઆતો મંગાવવાના નિર્ણય અંગે પણ ચર્ચા થઈ રહી છે. (Gujarat University Inquiry)
જોકે, પૂર્વ કુલપતિ સામેના આરોપોની હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ જાહેર નોટિસ દ્વારા ફરિયાદો એકત્ર કરવાની અને સંબંધિત બાબતોની તપાસ આગળ વધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ નીરજા ગુપ્તાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં લાખોનું કૌભાંડ!? પૂર્વ કુલપતિના વિદેશ પ્રવાસને લઈ વિવાદ
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવાત! 100થી વધુ વિદ્યાર્થિનીઓનો હોબાળો
