Vadodara News/ વડોદરાના યાકુતપુરામાં બુલ્ડોઝર ફર્યું! 50 વર્ષ જૂના દબાણો પર વહીવટી તંત્રનો હથોડો

વડોદરાના યાકુતપુરા મદાર મહોલ્લામાં 50 વર્ષ જૂના દબાણો હટાવવા તંત્રનું બુલ્ડોઝર (Demolition) ફરી વળ્યું. DCP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત.

Top Stories Gujarat Vadodara
Demolition

Vadodara Yakutpura Demolition: સંસ્કારી નગરી વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા યાકુતપુરા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ભારે હલચલ જોવા મળી હતી. મદાર મહોલ્લામાં વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો હટાવવા માટે કલેક્ટર તંત્ર અને પોલીસના કાફલાએ મેગા ડિમોલિશન (Demolition) હાથ ધર્યું છે. આશરે 50 વર્ષથી સ્થાયી થયેલા રહીશોના મકાનો અને કોમર્શિયલ એકમો પર તંત્રનું બુલ્ડોઝર ફરી વળ્યું છે.

1995થી ચાલતી કાયદાકીય લડતનો અંત

પ્રાંત અધિકારી બી.એસ. સાબળે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર સરસીયા તળાવના સરકારી નંબર (બિન-નંબરી) માં આવે છે. અહીં લાંબા સમયથી બિનઅધિકૃત રીતે રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવાયા હતા. આ મામલે 1995થી પ્રક્રિયા ચાલી રહી હતી અને ભૂતકાળમાં કોર્ટના હુકમો પણ થયા હતા, જેની અમલવારીના ભાગરૂપે આજે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની ‘કિલ્લેબંધી’ અને ડ્રોન સર્વેલન્સ

વડોદરાના યાકુતપુરા વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાને રાખીને એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કામગીરી માટે 2 DCP, 5 ACP, 8 PI, 16 PSI અને 180 જેટલા SRP જવાનો સહિત કુલ 500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાથી હાઈટેક નજર રાખવામાં આવી રહી છે.

Demolition

રહીશોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ

ગઈકાલે જ મગરસ્વામી આશ્રમ પાસે રહેતા આ પરિવારોએ કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું. રહીશોએ રજૂઆત કરી હતી કે તેઓ દાયકાઓથી અહીં વસે છે, તેથી તેમને અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક આવાસ આપવામાં આવે. જોકે, સરકારી જમીન હોવાથી તંત્રએ આજે સવારથી જ મકાનો ખાલી કરાવી ડિમોલિશન (Demolition)શરૂ કરી દીધું હતું.

38 યુનિટ પર હથોડો, રહીશોમાં અસમંજસ

આ ડિમોલિશન (Demolition) માં 50% કોમર્શિયલ અને 50% રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરી, GEB અને ફાયર વિભાગની ટીમો સંયુક્ત રીતે કામ કરી રહી છે. ગઈકાલે જ રહીશોએ વૈકલ્પિક આવાસની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ સરકારી જમીન હોવાથી તંત્રએ આજે સપાટો બોલાવ્યો છે. હાલમાં કોમર્શિયલ બાંધકામો તોડી પાડવાની કામગીરી પૂર્ણતાના આરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વટવા વિસ્તારના વાંદરવટ તળાવમાંથી 400થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી આજે શરૂ

આ પણ વાંચો:ચંડોળા તળાવ ડિમોલેશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર

આ પણ વાંચો:ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ