Gandhinagar News/ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે મુખ્યમંત્રીએ આપ્યા દિશાનિર્દેશો…

રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે, ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે, રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાનહિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા છે.

રાજ્યમાં આ વર્ષે અસાધરણ સંજોગોમાં આ કમોસમી વરસાદ (Unseasonal Rain) થયો છે. તેના પરિણામે, ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાનહિત લક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે.

એટલું જ નહિં, રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતો (Farmers)ને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની ત્વરાએ સમીક્ષા-સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

[fvplayer id=”221″]

મુખ્યમંત્રીએ ગાંધીનગર (Gandhinagar)માં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકો (Crops)ને થયેલા નુકશાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ બેઠકમાં જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani) આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સ (Video Conference)ના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકશાન (damage)ની વિગતો પુરી પાડી હતી.

મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતી રવી, નાણાં વિભાગના અગ્રસચિવ ટી.નટરાજન તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ અને સચિવ ડૉ. વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરિય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી