ગમખ્વાર અકસ્માત/ અંત્રોલી નજીક ટેમ્પો અને બાઇકનો અકસ્માત, દંપતી સહિત 4 લોકોના મોત

સુરતમાં કામરેજ નજીક અંત્રોલી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબૂ ટેમ્પોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદીને બાઈકચાલકોને અડફેટે લીધા હતા.

Gujarat Surat
અકસ્માત

સુરતમાં રોજેરોજ અકસ્માત ની ઘટનાઓ સામે આવતી રહે છે. માર્ગ અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે. સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે  ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇકર્સને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ કરીને વિગત એકત્ર કરી હતી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇક ચાલકોને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરી છે.\

આ પણ વાંચો:કચ્છની ધરા ફરી ધ્રુજી, 3.8નો અનુભવાયો આંચકો: લોકોમાં છવાયો ભય

આ પણ વાંચો:પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છોડ્યા પ્રાણ, બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા

આ પણ વાંચો:સુરતમાં શ્વાનના હુમલાની વધુ એક ઘટના, બાળકીના ગાલ અને પગના ભાગે ભર્યા બચકા

આ પણ વાંચો:ભરૂચમાં માટીપગા માટીચોરો સામે તંત્ર પણ માટીપગું નીકળ્યુંઃ સીએમે મેદાનમાં ઉતરવું પડ્યું