કરૂણ ઘટના/ પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છોડ્યા પ્રાણ, બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા

ખેરગામ તોરણવેરામાં 38 વર્ષીય અરૂણ ગાવિતનું બાઈક સ્લીપ થતા ગામમાંજ મોત નિપજ્યુ હતું. ત્યારે પતિના મોતની જાણ થતાં પત્નીને એટેક આવ્યો હતો. જ્યારે એટેક આવતા પત્ની ભાવનાનું પણ અડધા કલાકમાં મોત નિપજ્યુ હતું.

Gujarat Others
પતિના મોતના
  • પતિના મોતના સમાચારથી પત્નીનું મોત
  • બાઈક સ્લીપ થતા પતિનું નિપજ્યુ મોત
  • પતિના મોતની જાણ થતાં પત્નીને આવ્યો એટેક
  • પતિ અરૂણ ગાવીત અને પત્ની ભાવનાનું મોત
  • બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા

નવસારીથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. અહીં પતિના મોતના સમાચારથી પત્નીનું મોત નિપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. ખેરગામ તોરણવેરામાં 38 વર્ષીય અરૂણ ગાવિતનું બાઈક સ્લીપ થતા ગામમાંજ મોત નિપજ્યુ હતું. ત્યારે પતિના મોતની જાણ થતાં પત્નીને એટેક આવ્યો હતો. જ્યારે એટેક આવતા પત્ની ભાવનાનું પણ અડધા કલાકમાં મોત નિપજ્યુ હતું. આ ઘટનાને લઈ બે બાળકોએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ખેરગામ તાલુકામા શોક છવાયો છે. અહીના તોરણવેરા ગામે રહેતા અરુણભાઈ નટુભાઈ ગાવિતનુ 38 વર્ષની વયે ગુરુવારે રાત્રે અકસ્માતમા મોત થયુ હતુ. આ બાદ 30 મિનીટમા જ તેમના પત્નીનુ પણ શોકમા મોત થયુ છે. આ ઘટના વિશે વિગતે વાત કરીએ અરુણભાઈ કામથી ગામના ચાર રસ્તે ગયા હતા, તેઓ કામ પૂરૂ કરી ઘરે લગભગ સાંજે 8.30 વાગ્યે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તોરણવેરા ગામના નિશાળ ફળિયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. એ વખતે ગરનાળાના રોડ પરથી પસાર થતા તેમની બાઇક સ્લીપ થઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતની જાણ થતા તાત્કાલિક આજુબાજુમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યાં હતા. લોકોએ અરુણભાઈને ઘાયલ જોતા તાત્કાલિક 108 બોલાવી તેમને ખેરગામની CHC રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હોસ્પિટલના તબીબે તેમને તપાસતા અરુણભાઈને મૃત જાહેર કર્યા હતા.

હસતા રમતા પરિવારમાં બંને પતિ-પત્નીના એકસાથે થયેલા મોતના પગલે પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.  પતિ પત્નીના એકસાથે અર્થી ઉઠતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. તો પતિ પત્નીના માોતથી તેમના બે સંતાનો એક 14 વર્ષની પુત્રી તથા 10 વર્ષનો પુત્ર નોંધારા બન્યા હતા. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર ગામ પણ હિબકે ચડ્યું હતું.

આ પણ વાંચો:રાજકોટમાં મેદાનમાં રમતા બાળકને શ્વાને ભર્યા બચકા, જાણો કેવી છે માસૂમની હાલત

આ પણ વાંચો:રાજુલામાં ખાનગી કંપનીમાં આવેલા મોલમાં ઘૂસ્યો વનનો રાજા, જુઓ વીડિયો

આ પણ વાંચો:અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:શ્રીમંત પરિવારના બાળકો સામે ક્રિપ્ટો ફ્રોડને લઈને FIR, બાલાજી વેફર્સના પરિજનો પણ સામેલ