સાવજના આંટાફેરા/ રાજુલામાં ખાનગી કંપનીમાં આવેલા મોલમાં ઘૂસ્યો વનનો રાજા, જુઓ વીડિયો

પહેલા સિંહો ગામની બજારોમાં આંટાફેરા કરતા હતા, હવે તો ઉદ્યોગ ઝોન વિસ્તારના રેસિડેન્ટ વિસ્તારમાં પણ સિંહો ઘૂસી રહ્યા છે. કોવાયા નજીક એક મોલમાં સિંહ ઘૂસી ગયો હતો. શિકારની શોધમાં આવેલો સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો.

Top Stories Gujarat Others
સિંહ
  • ખાનગી કંપનીની કોલોનીમાં સિંહ ઘુસ્યો
  • રાજુલા તાલુકાના કોવાયા નજીકની ઘટના
  • સિંહના આટાફેરા સીસીટીવીમાં થયા કેદ
  • સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લો સિંહનું ઘર મનાય છે અને સિંહો અહીં ઠેર- ઠેર આટાંફેરા મારતા નજરે પડે છે. જો કે હવે અહીં દીપડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે ત્યારે હાલમાં અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા નજીક આવેલી ખાનગી કંપનીની કોલોનીમાં સિંહ આવી ચડ્યો હતો.કોલોનીમાં સિંહ આટાફેરા કરતો સીસીટીવીમાં નજરે પડી રહ્યો છે. ભરચક માનવ વસવાટવાળા વિસ્તારમાં સિંહની આ લટાર કેમેરામાં કેદ થઈ છે. ત્યારે સિંહના આટાફેરાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પહેલા સિંહો ગામની બજારોમાં આંટાફેરા કરતા હતા, હવે તો ઉદ્યોગ ઝોન વિસ્તારના રેસિડેન્ટ વિસ્તારમાં પણ સિંહો ઘૂસી રહ્યા છે. કોવાયા નજીક એક મોલમાં સિંહ ઘૂસી ગયો હતો. શિકારની શોધમાં આવેલો સિંહ સીસીટીવીમાં કેદ થયો હતો.

આગાઉ રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકની ખાનગી કંપનીમાં સિંહોનું ટોળું આવી પહોંચ્યું હતું. ટ્રકના પાર્કિંગમાં એક સાથે 5 સિંહો શિકારની શોધમાં આટા-ફેરા મારતા જોવા મળ્યા હતા અને શિકાર નહીં મળતા દીવાલો ઉપર છલાંગ લગાવી રવાના થયા હતા. ત્યારે હાલ રાજુલા જાફરાબાદ પંથકનાં ઔદ્યોગિક વિસ્તારો સિંહોનું નિવાસસ્થાન બની રહ્યું તેવું લાગી રહ્યું હતું.

જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. રાજુલા, ખાંભા તેમજ ગીર ના ગ્રામીણ વિસ્તારમાં દિવસે લટાર મારતા સિંહ જોવા મલતા હોઈ છે. અહીં સિહોનો શિકાર નિયમિત નહીં મળતો હોવાને કારણે આમથી તેમ ભટકી રહ્યા છે. મધ્ય રાત્રે શિકાર શોધમાં સિંહ મોટાભાગે ગામડામાં ફરતા જોવા મળ્યા છે.

આ પણ વાંચો:અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

આ પણ વાંચો:સુરતમાં મામાની કાર નીચે કચડાઈ ભાણી, જુઓ CCTV

આ પણ વાંચો:3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો