Surat/ કોમ્બિંગ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા, શા માટે લોકો રાખી રહ્યા છે હથિયાર ?

શહેરમાં કોમ્બિંગ  ડ્રાઈવ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા હથિયાર મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા આશરે 402  લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે

Top Stories Surat
સુરત કોમ્બિંગ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા, શા માટે લોકો રાખી રહ્યા છે હથિયાર ?
  • ડ્રાઈવ દરમ્યાન પ્રાણ ઘાતક હથિયાર મળી આવ્યા
  • તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા હથિયાર મળ્યા
  • લીંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલીમાં હતું કોમ્બિંગ
  • 402 લોકો પાસે હથિયાર કબ્જે કરવામાં આવ્યા
  • તમામ વિરુદ્ધ કલમ 135 હેઠળ કરાઈ કાર્યવાહી

અહિંસાના પુજારી ગાંધીનું ગુજરાત હવે પ્રતિદિન હિંસાને પગલે આગળવધી રહ્યું છે.  રાજ્યમાં બનતી ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ચોરી લૂટં, ધાડ જેવી ઘટનાઓ બાદ હવે લોકોની સરેઆમ હત્યા કરવી જાણે સામાન્ય બની ગયું છે. તેમ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર  કરવામાં આવેલ આંકડા અનુસાર હત્યાના કિસ્સામાં સુરત શહેર મોખરે છે. રાજ્યમાં સૌથી વધુ હત્યાનું પ્રમાણ સુરત માં છે. ત્યારે જાણે ગુનેગારો કાયદો  અને વ્યવસ્થા  જાણે ઘોળીને પી ગયા હોય તેવો માહોલ છે. રાજ્યમાં કોમ્બિંગ ડ્રાઈવ  દરમિયાન સુરત શહેરમાંથી મોટી માત્રામાં હથિયારોનો ઝખીરો  મળી આવ્યો છે.

તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા હથિયાર મળી આવ્યા હતા. 

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરમાં સરેઆમ ગ્રીષ્માની હત્યા બાદ વાતાવરણ ગરમાયું કહે. અને કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઉઠયા છે.  ત્યારે પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ  ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા હથિયાર મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસ દ્વારા આશરે 402  લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.  આટલી મોટી સંખ્યામાં હથિયારો મળી આવતા પોલીસ વિભાગમાં પણ સોંપો પડી ગયો હતો.

શહેરના  લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી વિવિધ લોકો પાસેથી આટલી મોટી સંખ્યામાં હથિયાર જપ્ત કરી પોલીસે તમામ વિરુદ્ધ 135 કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

Temple / છત્તીસગઢના આ મંદિરના દર્શન કરવાથી મળે છે ચાર ધામની યાત્રાનું ફળ, ભગવાનના 3 રૂપમાં દર્શન થાય છે

જ્યોતિષશાસ્ત્ર / 23 માર્ચ સુધી ગુરુ રહેશે અસ્ત, આ 4 રાશિઓએ રાખવી પડશે સાવધાની, અશુભ પરિણામથી બચવા આ ઉપાયો

Life Management / બહેરો વ્યક્તિ પહાડ ચઢવાની પ્રતિયોગીતા જીતી ગયો, તેની જીતનું કારણ જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા