Earthquake/ અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 6 વાર અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 6 વાર ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. સતત એક બાદ એક ભૂકંપના આંચકાઓ અનુભવાતા લોકોમાં ભયભીત જેવો માહોલ સર્જાયો છે.

Top Stories Others
ભૂકંપના આંચકા
  • અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા
  • કલાકોની અંદર છઠ્ઠો ભુકંપનો આંચકો
  • ગત રાત્રે સતત બે આંચકાથી લોકો ભયભીત
  • 8.18 અને 8.20 મિનિટે આવ્યા આંચકા
  • સતત ભુકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ
  • ભૂકંપનું કેન્દ્ર બિંદુ નાની ધારીના ઇંગોરાળા વિસ્તારમાં

અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાય રહ્યા છે. સાવરકુંડલાના મીતીયાળા ગામની આસપાસના લોકો ભૂકંપના આંચકા આવવાથી ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે. જણાવીએ કે, છેલ્લા 24 કલાકમાં ભૂકંપનો છ આંચકો આવી ચુક્યા છે.

આપને જણાવી દઈએ કે, 24 કલાક દરમિયાન ભૂકંપના છ આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સવારે 9:06 મિનિટ 3.1નો આંચકો, ગત રાત્રીના 11:35 મિનિટ 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાત્રીના 12:14 મિનિટ ફરી 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ખાંભાના ભાડ, વાંકીયા, મિતિયાળા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા તેમજ સવારે 11:50 વાગ્યે 3.1નો ભૂકંપ ફરી આવતા સિસ્મોલોજી ગાંધીનગરથી પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારે સતત દિવસે દિવસે ભૂકંપ ચાલુ રહેતા લોકોમાં ભયભીત થયા છે.

ભૂકંપના આંચકાના ડરના કારણે લોકો રાત્રે ઘરની બહાર સૂઈ જાય છે. હવે શું થશે તેવો લોકોને ડર સતાવી રહ્યો હોવાનું સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું. મીતિયાળા ગામમાં સતત ભૂકંપના આંચકા આવતા હતા અને તેવી સ્થિતિ હવે ભાડ ગામમાં પણ સર્જાતા લોકોના જીવ અધ્ધર થઈ રહ્યા છે.

આ પહેલા અમરેલીમાં ગત 19 ફેબ્રુઆરીએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રવિવારે સવારે 11.54 કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી. ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. રવિવારે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રવિવારે અમરેલી જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિ.મી દૂર નોંધાયું છે. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થયું નહોતું.

ભૂકંપ અનુભવતા આટલી વસ્તુ કરો  

ભૂકંપથી ગભરાવવું ન જોઈએ જે સમયે આંચકો અનુભવાયો, ત્યારે ખુલ્લી જગ્યાએ પહોંચી જવું, બિસ્માર હાલતમાં મકાનો વીજ પોલથી દૂર રહેવું જોઇએ. જોખમી ઇમારતોથી દૂર રહેવું જોઈએ. વિધાર્થીઓએ પણ જો શાળાની ઇમારત જોખમી હોય તો સલામત સ્થળમાં અભ્યાસ કરાવવો જોઈએ. સમાચાર મળતા રેડિયો ટીવી પર આવતા સૂચનો સાંભળી લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા ખોટા ભ્રમ વહેમમાં ના આવવું જોઈએ. પોતાના આસપાસના લોકો ભૂકંપના આંચકાઓ અનુભવાય, ત્યારે સલામત સ્થળ પર પહોંચવા દોરવા જોઈએ ના કે ભય ઉભો થાય તેવી વાતાવરણ ઉભું ન થાય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો:ગુજરાતની સંસ્કૃતિને પહેલી વખત બજેટ સાથે જોડાઈ,બજેટ પોથીમાં હસ્તકળાને અપાયું સ્થાન

આ પણ વાંચો:3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો

આ પણ વાંચો:સુરતમાં મામાની કાર નીચે કચડાઈ ભાણી, જુઓ CCTV

આ પણ વાંચો:જંગી જીત બાદ આજે ભૂપેન્દ્ર સરકારનું પ્રથમ બજેટ, જાણો કોણ છે નાણામંત્રી કનુ દેસાઈ