Gujarat Budget 2023/ ગુજરાતની સંસ્કૃતિને પહેલી વખત બજેટ સાથે જોડાઈ,બજેટ પોથીમાં હસ્તકળાને અપાયું સ્થાન

ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

Gandhinagar Top Stories Gujarat
બજેટ પોથીમાં

રાજ્ય સરકારનું અમૃતકાળની થીમ પર બજેટ 2023 રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારનું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ નાણામંત્રી કનુ દેસાઇએ સૌથી મોટું બજેટ રજૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ગત ભૂપેનદ્ર પટેલની સરકારમાં પણ નાણાં પ્રધાન તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ રજૂ કર્યું હતુ. આ વખતે ફરી વખત નાણાં પ્રધાન તરીકે કનુભાઇ જ નવું બજેટ રજૂ કર્યુ છે. કનુ દેસાઇના હસ્તે બીજી વખત ગુજરાત બજેટ રજૂ કરાયુ છે.

2022 થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી, જે આ વર્ષે પણ જાળવી રાખી. ગત વર્ષે દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ 2023-24ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો.

ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે,  કૃષિ અને પશુપાલન,  શિક્ષણ,  આરોગ્ય, પાણી  પુરવઠો,  ઉર્જા,  ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.

આ વર્ષે બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું.

ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું.ગયા વર્ષે નાણામંત્રીએ રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારનો લાલ રંગનુ બોકસ બજેટ ભાષણ માટે રાખવામા આવ્યુ હતું અને આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારળી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી હતી, સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલ છે આમ, આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવો ઓળખને પણ સાંકળવામાં આવી હતી.

આ પણ વાંચો:3.1 લાખ કરોડનું બજેટ રજૂ, મજૂરો માટે 5 રૂપિયામાં ભોજન, દ્વારકામાં નવું એરપોર્ટ, વાંચો નાણામંત્રીની મોટી જાહેરાતો

આ પણ વાંચો:વડોદરામાં કાર-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

આ પણ વાંચો:ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ‘વિપક્ષના નેતા’ વગર રજૂ થશે બજેટ, કોંગ્રેસ પાસે 10% ધારાસભ્ય પણ નથી

આ પણ વાંચો:ભારત-મ્યાનમાર સરહદ પર પોલીસની મોટી કાર્યવાહી, નાગા બળવાખોરોના કેમ્પને કર્યો નષ્ટ