Not Set/ સાળંગપુર હનુમાનજીને સાંતા ક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ

અમદાવાદ: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાને સાંતા ક્લોઝના વાઘા પહેરાવવામાં આવતાં નવો વિવાદ સર્જાયો છે. ટ્રસ્ટીઓની આવી કાર્યવાહીથી ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી છે. બોટાદ જિલ્લાના બોટાદ અને બરવાળા વચ્ચે આવેલા સાળંગપુર હનુમાન મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માત્ર ગુજરાત જ નહિ બલકે દેશ- વિદેશમાં પણ મોટી સંખ્યામાં […]

Top Stories Gujarat Others Trending

અમદાવાદ: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાને સાંતા ક્લોઝના વાઘા પહેરાવવામાં આવતાં નવો વિવાદ સર્જાયો છે. ટ્રસ્ટીઓની આવી કાર્યવાહીથી ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી જોવા મળી છે.

બોટાદ જિલ્લાના બોટાદ અને બરવાળા વચ્ચે આવેલા સાળંગપુર હનુમાન મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાના ભક્તો અને શ્રદ્ધાળુઓ માત્ર ગુજરાત જ નહિ બલકે દેશ- વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે. હાલ દેશ-વિદેશમાં નાતાલ અને ક્રિસમસનો  માહોલ ચાલી રહ્યો છે.

આ સમયમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં મંદિરના સંચાલકો ટ્રસ્ટી મંડળ દ્વારા હનુમાનજી દાદાને પણ ક્રિસમસના પર્વને અનુલક્ષીને સાંતા ક્લોઝના વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સાળંગપુર હનુમાનજી દાદાને સાંતા ક્લોઝના વાઘા પહેરાવવામાં આવતાં નવો વિવાદ સર્જાયો છે.

સાળંગપુર હનુમાનજી દાદાને સાંતા ક્લોઝના વાઘા પહેરાવવામાં આવતાં સાળંગપુર દાદાના દર્શને આવતા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે, જેના કારણે ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે નારાજગી પ્રસરેલી જોવા મળી રહી છે.

જો કે, ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓની નારાજગીના પગલે સાળંગપુર હનુમાનજી સંચાલક મંડળ અને ટ્રસ્ટી મંડળ દ્વારા હનુમાનજી દાદાને પહેરાવવામાં આવેલા સાંતા ક્લોઝના વાઘાને બદલીને નવાં વાઘા પહેરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેવું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં ભાજપના નેતાઓ દ્વારા હનુમાનજીના જાતિને લઈને વિવિધ પ્રકારના નિવેદનો આપવામાં આવી રહ્યા હતા. જેના કારણે સમગ્ર દેશમાં હનુમાનજીની જાતિના મુદ્દે વિવાદો ચાલી રહ્યા છે.

આ સંજોગોમાં સાળંગપુર હનુમાનજી દાદાને સાંતા ક્લોઝના વાઘા પહેરાવવામાં આવતાં હાલ હનુમાનજી દાદાના વાઘાને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

જો કે સાંજના સમયે મળતાં અહેવાલો મુજબ આ વિવાદ થયા બાદ સાળંગપુર હનુમાનજી મંદિરના સંચાલક અને ટ્રસ્ટી મંડળ દ્વારા હનુમાનજી દાદાને પહેરાવેલા સાંતા ક્લોઝના વાઘાને બદલીને નવાં વાઘા પહેરાવવામાં આવ્યા હતા.