Not Set/ કુંભમાં આવેલા સંતોએ કર્યું એલાન, કહ્યું, “૨૦૧૯માં રામ મંદિર ન બને તો મોદી પણ નહીં”

પ્રયાગરાજ, ૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે રાજકીય નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી કરવામાં આવી રહી છે, ત્યારે હવે આ મામલે કુંભમેળામાં આવેલા સંતોએ પણ એલાન કર્યું છે. આ દરમિયાન અખાડાઓના મહંત વર્તમાન […]

Top Stories India Trending

પ્રયાગરાજ,

૨૦૧૯માં યોજાનારી ચુંટણી પહેલા વર્ષોથી લંબિત રહેલા રામ મંદિરના નિર્માણ મુદ્દે હવે સિયાસી પારો ખુબ આગળ વધ્યો છે. આ વિવાદને લઈ સામે રાજકીય નેતાઓ – મહંતો કે સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજી કરવામાં આવી રહી છે, ત્યારે હવે આ મામલે કુંભમેળામાં આવેલા સંતોએ પણ એલાન કર્યું છે.

આ દરમિયાન અખાડાઓના મહંત વર્તમાન મોદી સરકારથી નારાજ જોવા મળ્યા હતા અને તેઓએ ચેતવણી આપતા કહ્યું હતું કે, “વર્ષ ૨૦૧૯માં રામ મંદિર નહિ બને તો મોદી પણ હોય”.

874b724a7df0bdb0991e31f9db59e680 કુંભમાં આવેલા સંતોએ કર્યું એલાન, કહ્યું, "૨૦૧૯માં રામ મંદિર ન બને તો મોદી પણ નહીં"

હકીકતમાં ૧૫મી જાન્યુઆરીથી યોજવા જઈ રહેલા કુંભમેળામાં અલગ અલગ અખાડાઓનું આગમન શરુ થઇ ગયું છે. આ દરમિયાન તેઓ હિન્દી ન્યુઝ ચેનલ આજતકની ચૌપાલમાં અખાડાઓના મહંત શામેલ થઇ રહ્યા છે.

આ પહેલા RSSના સહકાર્યવાહક ભૈયાજી જોશીની એક પ્રતિક્રિયા સામે આવી હતી. રાજધાની દિલ્હીમાં આયોજિત એક રેલીને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, “રામ મંદિરના નિર્માણને લઈ અમે ભીખ નથી માંગી રહ્યા, સરકારે કાયદો બનાવવો જોઈએ”.

કોર્ટ લોકોની ભાવનાઓનું કરે સન્માન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ નેતાઓમાંના એક ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, “દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઈએ. જે દેશમાં કાયદાની વ્યવસ્થા, કોર્ટની પ્રત્યે અવિશ્વાસ નથી, તેની ઉત્થાન સંભવ નથી, આ અંગે પણ કોર્ટ વિચાર કરે”.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી ચર્ચિત એવા રામ મંદિરના વિવાદની સુનાવણી આગામી વર્ષના જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી છે