israel hamas war/ એલોન મસ્કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, જાણો ગાઝાને લઇને શું કહ્યું…..

ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી  સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે X અને Tesla ના CEO એલોન મસ્ક ઇઝરાયલ પહોંચી ગયા છે

Top Stories World
3 2 1 એલોન મસ્કે ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, જાણો ગાઝાને લઇને શું કહ્યું.....

ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી  સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે X અને Tesla ના CEO એલોન મસ્ક ઇઝરાયલ પહોંચી ગયા છે. તેઓ અહીં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા અને આ સંઘર્ષ અંગે ઈઝરાયેલને સમર્થન આપ્યું.લોન મસ્કે ઈઝરાયેલને સમર્થન આપતાં કહ્યું કે, “ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ ગાઝાના પુનઃનિર્માણમાં મદદ કરવા ઈચ્છશે, પરંતુ પેલેસ્ટિનિયન વિસ્તારોને કટ્ટરપંથી મુક્ત કરવા તે મહત્વપૂર્ણ છે.

હમાસના હુમલાથી પ્રભાવિત કિબુત્ઝ કાફ્ર આઝાની મુલાકાતે મસ્ક પણ નેતન્યાહુની સાથે હતા. આ મુલાકાતનો ફોટો શેર કરતા નેતન્યાહુએ સોશિયલ મીડિયા X પર લખ્યું કે, “મેં કિબુટ્ઝ કેફર અજાને એલોન મસ્ક સાથે મુલાકાત લીધી જેથી તેમને હમાસ દ્વારા માનવતા વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધોને નજીકથી બતાવવામાં આવે.

જોકે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરાર હેઠળ શુક્રવારથી ચાર દિવસીય યુદ્ધવિરામ શરૂ થઈ ગયો છે. આ અંતર્ગત ઇઝરાયેલમાં કેદ અને પેલેસ્ટાઇન અને ગાઝામાં બંધક બનાવાયેલા ડઝનબંધ લોકોની અદલાબદલી કરવામાં આવી રહી છે. કરાર હેઠળ, ઇઝરાયેલે 39 પેલેસ્ટિનિયન કેદીઓને જ્યારે હમાસે 13 બંધકોને મુક્ત કર્યા હતા. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ છે.

આ પણ વાંચોઃ Uttarkashi માં રેસ્ક્યુ દરમિયાન અનોખી ઘટના, ભગવાન શિવ જેવી આકૃતિ ટનલની બહાર ઉભરી આવી

આ પણ વાંચોઃ PM Rishi Sunak/ ઋષિ સુનકે એલોન મસ્કની આકરી ટીકા કરી

આ પણ વાંચોઃ Rescue Operation/ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા વિવિધ મોરચે થઈ રહ્યું છે રેસક્યુ ઓપરેશન