Not Set/ ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં આફ્રિકન ડે ની કરાશે ઉજવણી

ગાંધીનગર, ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૧૯માં  આફ્રિકન ડે ની ઉજવણી કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આફ્રિકન ડેની ઉજવણીથી ભારત-આફ્રિકન દેશો વચ્ચેનાં આર્થિક સંબંધોને નવી દિશા મળશે. વાઇબ્રન્ટના આયોજનને લઇને ગુજરાત ટુરીઝમના અગ્રસચિવ એસ જે હૈદરે જણાવ્યુ હતુ કે, આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯થી […]

Top Stories Gujarat
mantavya 175 ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં આફ્રિકન ડે ની કરાશે ઉજવણી

ગાંધીનગર,

ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ૨૦૧૯માં  આફ્રિકન ડે ની ઉજવણી કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આફ્રિકન ડેની ઉજવણીથી ભારત-આફ્રિકન દેશો વચ્ચેનાં આર્થિક સંબંધોને નવી દિશા મળશે.

વાઇબ્રન્ટના આયોજનને લઇને ગુજરાત ટુરીઝમના અગ્રસચિવ એસ જે હૈદરે જણાવ્યુ હતુ કે, આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને વેગ મળશે. આ સમિટ દ્વારા રાજ્યના રોકાણકારોને પણ વિશેષ સહાય થશે.

હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ અને  ટેક્સટાઇલનાં ઉદ્યોગોને વેગ મળશે. ઇવેન્ટમાં 54 આફ્રિકન દેશો પૈકી 32 દેશોની સહમતી સાધવામાં આવી છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા ગોદરેજ, ઝાયડ્સ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ ઇવેન્ટમાં જોડાશે.