Rescue Operation/ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા વિવિધ મોરચે થઈ રહ્યું છે રેસક્યુ ઓપરેશન

સિલક્યારાની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાના ઓપરેશનનો આજે 16મો દિવસ છે. ઓગર મશીનનું મિશન ફેલ થતા હવે આજથી ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ કરી શ્રમિકોને બચાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

Top Stories India
મનીષ સોલંકી 81 ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા વિવિધ મોરચે થઈ રહ્યું છે રેસક્યુ ઓપરેશન

ઉત્તરકાશી ટનલમાં 41 શ્રમિકો 15 દિવસથી ફસાયેલા છે. સિલક્યારામાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા અનેક રીતે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. ભારતીય સેનાના કોર ઓફ એન્જીનિયર્સનું એક ગ્રુપ, મદ્રાસ સૈપર્સનું યુનિટ જેવી દેશની વિવિધ એજન્સીઓ રેસક્યુ ઓપરેશનમાં રોકાયેલું છે. સિલક્યારાની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાના ઓપરેશનનો આજે 16મો દિવસ છે. ઓગર મશીનનું મિશન ફેલ થતા હવે આજથી ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ કરી શ્રમિકોને બચાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે શરૂ થયેલ મેન્યુઅલ ડ્રિલિંગ કાર્યમાં 11 રેટ માઇનર્સની ટીમ પાઇપની અંદર આગામી 10 મીટર મેન્યુઅલી ડ્રિલ કરશે. રેટ માઇનરની ટીમ તેમના સાધનો સાથે સતત 6 કલાક કામ કરશે અને રસ્તામાં આવતા પથ્થરના સાધનો અને ધાતુના ભાગોને કાપીને રસ્તો બનાવશે. અત્યાર સુધીમાં 19.2 મીટર ડ્રીલ કરવામાં આવ્યા છે અને પહેલા મશીનથી 45 મીટર ડ્રિલ કરવામાં આવશે અને ત્યારબાદ મશીન બદલવામાં આવશે. કુલ 86 મીટર ડ્રિલિંગ કરવાનું છે.આ ડ્રિલિંગ માટે 100 કલાકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે એટલે કે વર્ટિકલ ડ્રિલિંગ ચાર દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ 86 મીટરનું ડ્રિલિંગ 30મી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આ યોજના સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે મેન્યુઅલ ડ્રિંલિગ કાર્ય મિશન પૂર્ણ રીતે પાર પડશે તો શ્રમિકો 30 નવેમ્બર સાંજ સુધીમાં બહાર નીકળી શકે છે.

ગત શનિવારે ઓપરેશન અંતિમ તબક્કામાં હતું.  અમેરિકન ઓગર મશીનનો ઉપોયગ કરવા પર જલદી સફળતા મળવાનું નિશ્ચિત હતું ત્યાં મશીનનો ભાગ તૂટી જતા આ મિશનમાં નિરાશા સાંપડી. ઓગર મશીન વડે સુરંગમાં 48 મીટર ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું, માત્ર 12 થી 14 મીટર વધુ ડ્રિલિંગ કરવાનું હતું, પરંતુ મશીન અધવચ્ચે જ તૂટી ગયું હતું. સુરંગમાં ફસાયેલ ઓગર મશીનને ટુકડા કરીને બહાર કાઢવામાં આવી રહ્યું છે. ઓગર મશીનનું 8.9 મીટરનું જ કામ બાકી છે અને તેને દૂર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ત્યાર પછી એસ્કેપ ટનલ બનાવવાનું કામ મેન્યુઅલી કરવામાં આવશે.

15 દિવસ ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે ઓગર મશીનનું મિશન નિષ્ફળ જતા હવે વર્ટિકલ ડ્રિલિંગ એટલે કે ટનલની ઉપર પહાડ ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે. શ્રમિકોને બચાવવા એજન્સીઓ દિવસ-રાત કામ કરી રહી છે.  આ મિશનમાં હાલમાં પાઈપમાં ફસાયેલ ઓગર મશીનને બહાર કાઢવાનું તેમજ ખોદકામ કરી શ્રમિકોને બચાવવા ટનલ ઉપરથી ત્રણ સ્થાનો પર ડ્રિલિંગ કરાશે. રેસ્કયુ ઓપરેશનમાં મેન્યુઅલ ડ્રિંલિગ, વર્ટિકલ ડ્રિલિંગ તેમજ ડ્રોનની મદદ જેવા વિવિધ મોરચે કામ કરવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા વિવિધ મોરચે થઈ રહ્યું છે રેસક્યુ ઓપરેશન


આ પણ વાંચો : દ્વારકા જિલ્લામાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, આરોપીઓએ પોલીસની કારને ઉડાવી હુમલો કર્યો

આ પણ વાંચો : સુરતમાં ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ, શહેરથી કેન્દ્રબિંદુ 20 કિમી દૂર

આ પણ વાંચો : રાજયસભાના પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી