raped minor/ કિશોરીને દારૂ પીવડાવી ત્રણ સગીરોએ ગેંગરેપ કર્યો, વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ

દક્ષિણ પુર્વ જીલ્લાના બદરપુર પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ સગીરોએ એક કિશોરીને દારૃ પીવડાવ્યા બાદ તેની પર ગેંગરેપ કર્યો હતો.

India
ગેંગરેપ

@નિકુંજ પટેલ

દક્ષિણ પુર્વ જીલ્લાના બદરપુર પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ સગીરોએ એક કિશોરીને દારૃ પીવડાવ્યા બાદ તેની પર ગેંગરેપ કર્યો હતો. બાદમાં તેમમે ગેંગરેપનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ કર્યો હતો. આ અંગે પિડીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીને ઝડપી લીધો છે

બનાવની વિગત મુજબ પિડીતા અને ત્રણેય કિશોરો એકબીજાને ઓળખતા હતા. જેને કારણે તેઓ પાર્ટી કરવા માટે બદરપુર વિસ્તારમાં એકઠા થયા હતા. દરમિયાન આરોપીઓએ વધારે પડતો દારૂ પીવડાવી દીધો હતો. બાદમાં તેમણે નશાની હાલતમાં પિડીતા પર ગેંગરેપ ગુજાર્યો હતો. તેમણે ગેંગરેપનો એક વિડીયો બનાવીને શોશિયલ મિડીયા પર વાયરલ પણ કર્યો હતો. પોલીસે પિડીતાની ફરિયાદને આધારે ત્રણેય કિશોરોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં દુષ્કર્મનો એક આરોપી વિદેશથી ભારત આવતા જ તેને દિલ્હી એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગે પકડી લીધો હતો. દુષ્કર્મના કેસમાં વોન્ટેડ હોવાથી તેની વિરૃધ્ લુક આઉટ નોટીસ ઈશ્યું કરવામાં આવી હતી. બાદમાં તેને સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો હતો. પંરતુ આરોપી પોલીસને થાપ આપીને દરવાજો કુદીને ભાગી ગયો હતો. આ સંદર્ભે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસ આરોપીને શોધી રહી છે.

આરોપી અમનદિપસિંહને 20 ડિસેમ્બરના રોજ બહેરીનથી આઈજીઆઈ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. જેમાં ઈમીગ્રેશન તપાસમાં જણાયું કકે એપ્રિલ 2020માં તેની વિરૂધ્ધ લુધિયાણામાં દુષ્કર્મનો ગુનો દાખલ છે. આ કેસમાં પોલીસ તેની તપાસ કરી રહી હતી.

આરોપીને સુરક્ષા એજન્સી તરફથી દિલ્હી પોલીસને સોંપવાનો હતો. પરંતુ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવ વખતે એક સુરક્ષાકર્મી પેશાબ કરવા ગયો હતો. હાલમાં પલીસ આ કેસની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: