Chandrasekhar/ દિલ્હીની જેલમાં લક્ઝરી લાઈફ ભોગવતો મહાઠગ ચંદ્રશેખર

@નિકુંજ પટેલ મહાઠગ સુકેશ ચંદ્રશેખર દિલ્હીની મંડોલી જેલમાં બેઠા બેઠા કેટલાય લોકોને લોહીના આંસુથી રડાવે છે. ચંદ્રજેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરના કરતુતો પર નજર નાખીએ તો તેનું લિસ્ટ ઘણુ મોટુ છે. પહેલીવાર તેની આ કરતુત બહાર આવી હોય તેવું નથી. પરંતુ તે પહેલા તેની સાથે સંકળાયેલા અનેક ગંભીર મામલાઓનો પર્દાફાશ થઈ ચુક્યો છે. જેલના સળિયા પાછળ […]

India
ચંદ્રશેખર

@નિકુંજ પટેલ

મહાઠગ સુકેશ ચંદ્રશેખર દિલ્હીની મંડોલી જેલમાં બેઠા બેઠા કેટલાય લોકોને લોહીના આંસુથી રડાવે છે. ચંદ્રજેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરના કરતુતો પર નજર નાખીએ તો તેનું લિસ્ટ ઘણુ મોટુ છે. પહેલીવાર તેની આ કરતુત બહાર આવી હોય તેવું નથી. પરંતુ તે પહેલા તેની સાથે સંકળાયેલા અનેક ગંભીર મામલાઓનો પર્દાફાશ થઈ ચુક્યો છે. જેલના સળિયા પાછળ ચંદ્રશેખર આંસુ સારી રહ્યો છે અ તેનું કારણ છે હિરોઈન જૈકલીન ફર્નાન્ડીઝ.

મંડોલી જેલમાં તેના સેલની તલાશી લેવામાં આવી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. તે પહેલા તેણે જેલના તમામ અધિકારીઓને લાંચ આપીને મુસીબત જ આપી હતી. જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખની હાલત આવી કેવી રીતે થઈ તે પણ રસપ્રદ છે.

જેલ સુત્રોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જ ચંદ્રશેખરની સેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી એવી ચીજો મળી છે જે સામાન્ય કૈદી કદી વિચારી પણ ન શકે. જેલ અધિકારીઓને તેની પાસેથી અંદાજે દોઢ લાખ રૂપિયાની ગુચ્ચી કંપનીની ચપ્પલ અને 80 હજાર રપુયાની કિંમતના બે જીન્સ પેન્ટ મળ્યા હતા. જેનાથી બસો કરોડની છેતરપિંડી તથા અન્ય કેસોમાં બંધ સુકેશ ચંદ્રશેખરની જેલમાં ચાલી રહેલી એશો-આરામ ભરી જીંદગીનો ફરી એકવાર ખુલાસો થયો છે.

સુકેશની સેલમાં જેલર દિપક શર્મા અને જયસિંહે સીઆરપીએફની ટુકડી સાથે દરોડો પાડ્યો હતો. જોકે સુકેશ ચંદ્રશેખરને સ્હેજ પણ અણસાર ન હતો કે તેની સેલમાં અચાનક દરોડો પડશે. દરોડાની કામગીરી બાદ મહાઠગ ચંદ્રશેખ ભાવુક થઈ ગયો હતો અને જેલર સામે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો.

કહેવાય છે કે સુકેશ ચંદ્રશેખરનો એક સમયે તિહાર જેલમાં સિક્કો ચાલતો હતો. સેલમાં ફક્ત એશો આરામની ફક્ત સુવિધા જ નહી પરંતુ સેલની અસલી તસવીરો બહાર ન આવે તે માટે સીસીટીવી સામે પરદા લગાવી દેવાયા હતા. તે સિવાય તેની પાસે રપિયા અને એશો આરામની વસ્તુઓ તો હતી જ. પરંતુ ધીરે ધીરે તેનો આ જાદુ ઓસરી ગયો અને તેની સામે તપાસ શરૃ થઈ ગઈ. પરંતુ આ તપાસ અંદાજે 100 જેલ અધિકારીઓ માટે મુસીબત લઈને આવી હતી. જેમની મહેરબાની હેઠળ ચંદ્રશેખર આ માયાજાળ ચલાવી રહ્યો હતો.

દેશનો સૌથી મોટો ઢગ સુકેશ ચંદ્રશેખર દિલ્હીની રોહીણી જેલના વોર્ડ નંબર-3માં બેરેક નંબર 204માં બંધ હતો. તેની જે તસવીરો સામે આવી રહી છે તે 7 ઓગસ્ટ 2021ની હોવાનું કહેવાય છે. આ તસવીરોથી ખુલાસો થયો છે કે સુકેશેને જેલમાં એક અલગ બેરેક જ ફાળવી દેવાયો હતો. જેમાં સીસીટીવી પર પરદા લગાવી દેવાયા હતા.

આ લાંચ મામલાનો ખુલાસો થયા બાદ દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ રોહીણી જેલના 83 અધિકારી-કર્મચારીઓ વિરૃધ્ધ ઓફઆરઆઈ દાખલ કરી હતી. જેલ સ્ટાફ પર આરોપ છે કે તે લોકો સુકેશ ચંદ્રશેખર પાસેથી દર મહિને દોઢ કરોડ રૂપિયા લાંચ સ્વરૂપે લેતા હતા. કહેવાય છે કે સુકેશ અલગ બેરેક મેળલલા અને જેલમાં મોબાઈલ ફોન ઉપલ્બ્ધ કરાવવા તથા અન્ય સુવિધા મેળવવાના નામે આ લાંચ અધિકારીઓને આપતો હતો. આ સંદર્ભે 15 જૂન 2022 ના રોજ એફઆઈઆર દાખળ થઈ હતી. પોલીસે આ કેસમાં રોહીણી જેલમાં લગાવેલા સીસીટીવી પૂટેજ, ડ્યુટી રોસ્ટર અને ફોન કોલ્સની ડિટેલ તથા અન્ય પાસાઓની તપાસ કરી હતી.

લાંચકાંડની તપાસ બાદ મહાઠગ સુક્શ ચંદ્રશેખરને રોહીણી જેલથી મંડોલી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દેશની સૌથી મોટી કોર્ટના આદેશથી કરવામાં આવી હતી. તે સમયે સુપ્રિમ કોર્ટે એક સપ્તાહની અંદર સુકેશને મંડોલી જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. સુકેશ પર આરોપ હતો કે તિહારની રોહીણી જેલમાં મહિને એક કરોડ રૂપિયા આપીને તેણે ખુબ એશોઆરામ ભરી જીંદગી જીવી હતી. સુકેશની પત્ની લીના પણ તિહાર જેલમાં બંધ છે.

તિહારની રોહીણી જેલથી બહાર આવેલી કેટલીક તસવીરોએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી તે આ જેલમાં બંધ હતો. સુકેશ પર નજર રાખવા બેરેકની આસપાસ 55 સીસીટીવી કેમેરા લગાવાયા હતા. પરંતુ કેમેરાને ઢાંકવા પરદા અને બોટલોનો ઉપયોગ થતો હતો. આથી સુકેશ પોતાનો ધંધો આસાની અને આઝાડીતી ચલાવી શકે.

જેલમાં આટલી મહેરબાનીના બદલામાં જેલ સ્ટાફને શુ ફાયદો એ પ્રશ્ન પણ મહત્વનો છે. પરંતુ જેલમાં કશુ મફતમાં મળતું ન હતું. એક વર્ષ સુધી જેલમાં બેસીને સુકેશ 200 કરોડ કમાઈ શકતો હોય તો શુ અમુક કરોડ જેલના સ્ચટાફને ના આપી શકે ? તેણે દિલ ખોલીને જેલમાં પૈસા આપ્યા હતા. મહિનાના અંદાજે 1 કરોડ એટલે વર્ષના 12 કરોડ.

તિહાર જેલમાં આ આરોપ પોલીસે પોતે જ લગાવ્યો હતો. તે પણ ચાર્જશીટમાં. દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ આ કેસની તપાસ કરી હતી. જેલમાં અંદરનો સ્ટાફ પુરી રીતે વેચાઈ ગયો હતો. ચાર્જશીટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે જેલમાં આખા વર્ષ દરમિયાન સુકેશ પાસે મોબાઈલ હતો. આ મોબાઈલથી જ તે બહારની દુનિયાને છેતરતો હતો અને પૈસા મેળવતો હતો. વર્ષભરમાં જેલમાં બંધ એક બિઝનેસમેનની પત્ની પાસેથી તેણે 200 કરોડ રૂપિયા વસુલ્યા હતા. ઘણીવાર તો તેણે પૈસા લેવા માટે જેલના સ્ટાફને ગાડીમાં મોકલ્યો હતો.

ચાર્જશીટ મુજબ તે સમયે જેલના આઠ અધિકારીઓ અને કર્મચારીઓની દરપકડ કરવામાં આવી હતી. જેમાં જેલના સુપરિન્ટેન્ડન્ટ, ડુયુટી સુપરિન્ટ્ન્ડન્ટથી લઈને પોલીસકર્મીઓ સામેલ હતા. સુકેશ જેલના ગાર્ડ અને સફાઈ કર્મચારીઓને પણ લાંચ આપતો હતો.
દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ ચાર્જશીટમાં 200 કરોડની છેતરપિંડીના કેસમાં કુલ 14 જણા વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં તેની પત્ની અને ફિલ્મ અભિનેત્રી લીનાનું નામ પણ સામેલ હતું.આર્થિક ગુના શાખાનું કહેવું છે કે ચેતરપિંડીથી જમા કરેલા પૈસા માંથી તેણે મોટી રકમ બોલીવુડમાં લગાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Amit Shah/વર્ષના અંતે આતંકવાદ પર સરકારની મોટી કાર્યવાહી, મસરત આલમની મુસ્લિમ લીગ પર UAPA લાદવામાં આવ્યું; અમિત શાહે કર્યું X પર પોસ્ટ

આ પણ વાંચો:Congress Bharat Nyay Yatra/રાહુલ ગાંધી કરશે હવે ‘ભારત ન્યાય યાત્રા’, આવતા મહિને મણિપુરથી શરૂ

આ પણ વાંચો:BJP Parliament Election/ભાજપ લોકસભા ચૂંટણી પહેલા એક કરોડ લોકોને કરાવશે રામ મંદિરના દર્શન