Ahmedabad/ દિલ્હીમાંથી ચોરી કરાયેલી મોઘી કાર.. ગુજરાતમાં વેચનારા શખ્સની ધરપકડ

@નિકુંજ પટેલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી અંદાજે 43 લાખ રૂપિયાની કિંમતની ત્રણ કાર કબજે કરી હતી. તપાસમાં આરોપી તેના સાગરીત સાથે મળીને દિલ્હીના એક શખ્સ પાસેથી ચોરીની કાર ખરીદીને ગુજરાતમાં વેચતા હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી પોલીસે 43 લાખ રૂપિયાની કિંમતની ત્રણ કાર કબજે કરીને વધુ તપાસ હાથ […]

Gujarat Ahmedabad
ધરપકડ

@નિકુંજ પટેલ
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી અંદાજે 43 લાખ રૂપિયાની કિંમતની ત્રણ કાર કબજે કરી હતી. તપાસમાં આરોપી તેના સાગરીત સાથે મળીને દિલ્હીના એક શખ્સ પાસેથી ચોરીની કાર ખરીદીને ગુજરાતમાં વેચતા હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસેથી પોલીસે 43 લાખ રૂપિયાની કિંમતની ત્રણ કાર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચ પોલીસે માહિતીને આધારે ચાંદખેડાના વિસત સર્કલ પાસેથી રમેશ બી ગોહીલ (23)ની ધરપકડ કરી હતી. મુળ ગિર સોમનાથનો રહેવાસી અને નિકોલમાં રહેતા આરોપી પાસેથી પોલીસે હુન્ડાઈ ક્રેટા કાર કબજે કરી હતી.

આરોપીને આ કાર અંગે પુછતા તે કારની લે-વેચનો ધંધો કરતા અને ચાંદખેડામાં રહેતા રવી આર.સોલંકી અને શાહપુરમાં રહેતા ઈલીયાસ ઉપ્ ઘડિયાળી ઉર્ફે હાફીઝજી પાસે કાર ડાર્ઈવર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. આ બન્ને શખ્સો દિલ્હીમાં આમીરખાન નામના શખ્સ કે જે દિલ્હીમાં કારની ચોરી કરતો હતો તેની પાસેથી કાર મેળવતા હતા. બાદમાં તેઓ ગુજરાતમાં આ વાહનો વેચી દેતા હતા.

દિલ્હીથી રમેશ કાર ચલાવીને અમદાવાદ આવતો હતો અને રવી તથા ઈલીયાસને આપતો હતો. આ રીતે તેણે ટોયોડો ફોરચ્યુનર, કીઆ સેલ્ટોસ અને હુન્ડાઈ ક્રેટા કાર આરોપીઓને આપી હતી. આ ત્રણેય વાહનોની કુલ કિંમત રૂ.43,00,000 હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલમાં પોલીસ ઈલીયાસની શોધ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:France Plane Row/‘એજન્ટ’ને શોધી કાઢવા ગુજરાત પોલીસની કાર્યવાહી, ફ્રાન્સથી પરત ફરી રહેલા પ્લેનના મુસાફરોની પૂછપરછ કરશે

આ પણ વાંચો:COVID/ઝડપથી વધી રહ્યો છે નવો વેરિઅન્ટ, JN.1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા: એકનું થયું મોત

આ પણ વાંચો:Ahmedabad/કેનેડાના પીઆર અપાવવાની લાલચ આપી 25 લાખની છેતરપિંડી