મહેસાણા/ હિમોફેલિયામાં દર્દીઓને મળશે રાહત, વિસનગર સિવિલને ફળવાયા ઇન્જેક્શન

હિમોફેલિયાએ જીનેટિકલી રોગ છે.  હિમોફેલિયાના દર્દીને આવશ્કતા પ્રમાણે ફેક્ટર પ્રમાણે તત્કાળ સારવાર અને ઇન્જેકશન લેવાના હોય છે. મહેસાણા જિલ્લાના દર્દીઓને પહેલા ઇન્જેકશન માટે મહેસાણા અથવા અમદાવાદ જવુ પડતુ.

Gujarat Others
હિમોફેલિયા
  • મહેસાણાના હિમોફેલિયા દર્દીઓને મળશે રાહત
  • વિસનગર સિવિલને ઇન્જેક્શન ફાળાવ્યા
  • હિમોફેલિયાના દર્દીઓ માટે ઇન્જેક્શન ફાળવાયા
  • કુલ 171 દર્દીઓને લાભ મળશે
  • ફેક્ટર ઇન્જેક્શનની ફાળવણીથી હિમોફેલિયા દર્દીઓને રાહત

મહેસાણા જિલ્લામાં વસતા હિમોફેલિયા ના દર્દી માટે રાહતના સમાચાર આવ્યાં છે. હવે વીસનગર ખાતે હિમોફેલિયાના ઇન્જેકશન ઉપલબ્ધ મળી રહેશે. આ સગવડથી વિસનગર અને  આસપાસના ચાર તાલુકાને હેમોફેલિયાના ઇન્જેકશન લેવા અમદાવાદ કે મહેસાણા સુધી ધક્કા ખાવા પડશે નહીં.

હિમોફેલિયાએ જીનેટિકલી રોગ છે.  હિમોફેલિયા ના દર્દીને આવશ્કતા પ્રમાણે ફેક્ટર પ્રમાણે તત્કાળ સારવાર અને ઇન્જેકશન લેવાના હોય છે. મહેસાણા જિલ્લાના દર્દીઓને પહેલા ઇન્જેકશન માટે મહેસાણા અથવા અમદાવાદ જવુ પડતુ. પણ હવે હિમોફેલિયાના ફેક્ટર સાત, ફેક્ટર – આઠ અને ફેક્ટર-નવના ઇન્જેકશન વિસનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. વિસનગરમાં આ સેવા ઉપલબ્ધ થવાથી આસપાસના વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકાના દર્દીઓને રાહત મળશે.

 હાલ મહેસાણા જિલ્લામાં હિમોફેલિયા દર્દીઓની સંખ્યા વધી રહી છે. વિસનગર વિસ્તારમાં આવતા પાંચ તાલુકાના કુલ 171 દર્દીઓને હવે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફેકટર પ્રમાણે ઇન્જેકશન મળી મળશે. આ રોગથી પીડિત દર્દીઓ સામાન્ય સંજોગોમાં પણ ખૂબ જ રક્તસ્રાવથી પીડાય છે અ દર્દીને ડોકટરની દેખરેખ હેઠશ ઇન્જેકશન આપવામાં આવે છે.

મહેસાણા જિલ્લામાં વધતા હિમોફેલિયાના દર્દીઓ માટે ઇન્જેક્શનની સુવિધા નજીક થતા ફાયદો છે. પણ આ વધતા રોગને નિયંત્રીત કરવાની હાલ તાતી આવશ્યકતા છે.

આ પણ વાંચો :કતારગામ મોડી રાત્રે પતિએ બાળકો સામે જ પત્ની પર કર્યું ફાયરિંગ, થયો ફરાર

આ પણ વાંચો :જૂનાગઢની જેલ બાદ જંગલમાં ગેરકાયદેસર બર્થડે પાર્ટી, વનવિભાગના ફોરેસ્ટર, ગાર્ડની ઉપસ્થિતિમાં પાર્ટી

આ પણ વાંચો :ગ્રીષ્મા હત્યાકાંડ ફરી થતા અટક્યો, ચપ્પુ લઈને સગીરાને ધમકી આપતો યુવક ઝડપાયો

આ પણ વાંચો :રાધે ઢોકળા સેન્ટરમાંથી લીધેલા શાકમાં નીકળ્યો વંદો, પાલિકાએ રેસ્ટોરાં સીલ કરી