Not Set/ અનામતને હાર્દિકે ગણાવી લોલીપોપ, માત્રને માત્ર સરકારે સવર્ણોને આપી હૈયાધારણા

ગાંધીનગર, વર્ષોથી રાજયમાં સવર્ણોના ચાલી રહેલા અનામત આંદોલનનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્રારા બિનઅનામત વર્ગને 10 ટકા અનામત આપવા અંગેની જાહેરાત કરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધી અનામત આપવામાં આવી નહી અને સંસદ ચાલી રહયું છે ત્યારે સંસદના અંતિમ દિવસોમાં […]

Top Stories Gujarat Videos
mantavya 138 અનામતને હાર્દિકે ગણાવી લોલીપોપ, માત્રને માત્ર સરકારે સવર્ણોને આપી હૈયાધારણા

ગાંધીનગર,

વર્ષોથી રાજયમાં સવર્ણોના ચાલી રહેલા અનામત આંદોલનનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્રારા બિનઅનામત વર્ગને 10 ટકા અનામત આપવા અંગેની જાહેરાત કરવામાં આવતાં રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

જેમાં હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું હતું કે અત્યાર સુધી અનામત આપવામાં આવી નહી અને સંસદ ચાલી રહયું છે ત્યારે સંસદના અંતિમ દિવસોમાં અનામતની જાહેરાત કરતાં તે સવર્ણોને ખુશ કરવા માટે લોલીપોપ સમાન છે.

સવર્ણોની નારાજગી દુર કરવા જાહેરાત કરવામાં આવી છે. ભાજપ રહેલા 50 ટકાથી વધુ અનામતની જોગવાઇ ના હોય તેમ કહેતું હતું. હવે તે કેવી રીતે આપશે અને કયારે આપશે તે પણ એક સવાલ છે.

તેનો સ્પસ્ટ ઉલ્લેખ સરકારે કરવો જોઇએ. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે હાલ પુરતુ જાહેરાત કરીને  અનામત પર ચાલતા આંદોલન પર પુર્ણ વિરામ મૂકી દીધું છે.