Not Set/ ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ, દ્વારકા જગત મંદિર, પાવાગઢ અને માતાનોમઢ પણ આ તારીખો સુધી પાડશે બંધ

કોરોનાના બીજા તબક્કાનો પ્રારંભ થતાં જ પહેલા તબક્કા જેવા જ ચિત્રો જાહેરમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતા ગત વર્ષના સમયગાળામાં જેવા કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા તેવા જ કડક નિયંત્રણો મુકવાની

Top Stories Gujarat
khodal dham ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ, દ્વારકા જગત મંદિર, પાવાગઢ અને માતાનોમઢ પણ આ તારીખો સુધી પાડશે બંધ

કોરોનાના બીજા તબક્કાનો પ્રારંભ થતાં જ પહેલા તબક્કા જેવા જ ચિત્રો જાહેરમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતા ગત વર્ષના સમયગાળામાં જેવા કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા તેવા જ કડક નિયંત્રણો મુકવાની સરકારને ફરજ પડી રહી છે.ગુજરાતમાં જે રીતે પૂર્ણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને ભયજનક રીતે પૂરું આ ફેલાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં નાઈટ કરફ્યુ 5 મે સુધી લંબાવવામાં આવ્યું છે તેમ જ આર્થિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મહાનગરોમાં ગોઠવી દેવામાં આવ્યો છે સાથોસાથ એસઆરપી જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. બિનજરૂરી બહાર નીકળતા લોકો માટે હવે લોકડાઉન કરતાં પણ વધુ કડક પગલાં માટેનો આદેશ ગૃહ વિભાગ દ્વારા તેમજ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્યના વિવિધ યાત્રાધામો પણ આ બંધનું પાલન કરશે. તેમજ જાહેર જનતાના હિત માટે થઈ અને ભીડ પર નિયંત્રણ આવે અને કોરોના સંક્રમણ નો ફેલાવો ન થાય તે માટે વિવિધ મંદિરો દ્વારા જાહેર જનતા માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે.

ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ 

Khodaldham temple inaugurated at Kagvad near Rajkot | DeshGujarat

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ  દ્વારા આગામી દિવસોમાં મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સૌપ્રથમ ગત 10 એપ્રિલથી 30 એપ્રિલ સુધી શ્રી ખોડલધામ મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ પરિસ્થિતિ હજુ પણ કાબુમાં ન હોવાથી 30 એપ્રિલ બાદ પણ શ્રી ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ જ રહેશે.કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શ્રી ખોડલધામ મંદિર પરિસર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા નક્કી કરાયું છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રી ખોડલધામ મંદિર બંધ રહેશે. આમ શ્રદ્ધાળુઓ માટે શ્રી ખોડલધામ મંદિરમાં માતાજીના પ્રત્યક્ષ દર્શન અનિશ્ચિત સમય સુધી બંધ રહેશે. કાગવડ ખોડલધામ મંદિર કોરોનાના સંક્રમણને લઈને પ્રત્યક્ષ દર્શન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શ્રદ્ધાળુઓ દરરોજ મા ખોડલના દર્શન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી ઘરે બેઠાં કરી શકશે. કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

પાવાગઢ મંદિર આગામી 8 મે સુધી બંધ

India Travel Blog: Kalika Mata Temple: Pavagadh Champaner Gujarat

કોરોનાના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈને પાવાગઢ મંદિર સંસ્થાન દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મંદિર આગામી 8 મે સુધી એટલે કે હજુ વધારે દસ દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.અગાઉ ચૈત્રી નવરાત્રી દરમ્યાન પાવાગઢ મંદિર ટ્રસ્ટ, પંચમહાલ જિલ્લા પ્રશાસને 12 થી 28 એપ્રિલ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

માતાનો મઢ પણ 5મે સુધી બંધ

Mata no Madh - Wikipedia

સમગ્ર દેશમાં કોરોના ન વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઇને ગુજરાતમાં આવેલા યાત્રાધામો પણ જાહેર જનતાના દર્શનાર્થે બંધ રાખવામાં આવી રહ્યા છે.આ  અને હવે માતાનો મઢ પણ 5મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જ્યારે ભુજમાં આવેલા આશા પુરા માતાજીનું મંદિર માતાનોમઢ પણ સરકારની સુચના મુજબ આગામી 5 મે દિવસ સુધી બંધ રહેશે. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા એ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરી શકે તે માટે ભક્તોની લાઈવ દર્શન થકી માતાજીની આરાધના કરવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી હવે દર્શનાર્થીઓ ઘર બેઠા જ માતાજીના દર્શન કરી શકશે અને આરાધના પણ થઈ શકશે. આ નિર્ણય બાદ હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે તેમાં સંક્રમણ અટકાવવા હજુ 10 દિવસ મંદિરના દ્વાર નહીં ખોલવામાં આવે ત્યારબાદ સ્થિતિનો તાગ જાણી ટ્રસ્ટ દ્વારા આગળનો નિર્ણય હાથ ધરવામાં આવશે.

દ્વારકાનું મંદિર 15 મે સુધી રહેશે બંધ

Why you should consider visiting Dwarka to celebrate Janmashtami? | Times of India Travel

કોરોના મહામારી અજગર ભરડો લેતા દ્વારકા જગત મંદિર આગામી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ પહેલા 11 એપ્રિલ સુધી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ સંક્રમણ વધવાના કારણે મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે ભગવાન નો નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે.કોરોના સંક્રમણ નો ફેલાવો અટકાવવા માટે મંદિર પ્રશાસન અને બંધનો નિર્ણય લંબાવ્યો છે તેમજ તારીખ 30 એપ્રિલથી 15 મે સુધી દ્વારકાનો જગત મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.જોકે જગત મંદિરમાં નિત્યક્રમ તેમજ લાઈવ પ્રસારણ જગત મંદિરની વેબસાઇટ ઉપરથી ભક્તો નિહાળી શકશે.

Untitled 47 ખોડલધામ મંદિર અનિશ્ચિત સમય સુધી બંધ, દ્વારકા જગત મંદિર, પાવાગઢ અને માતાનોમઢ પણ આ તારીખો સુધી પાડશે બંધ