Vadodara-Cybercrime/ વડોદરા: ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના આરોપીને પાસા

વડોદરામાં ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગના આરોપીને પાસામાં જેલમાં ધકેલી દેવાયો છે. આ આરોપી યુવતીના ન્યુડ વિડીયો બનાવીને લોકોને બ્લેકમેઇલ કરતો હતો. આવા તેણે કેટલાય લોકોને બ્લેકમેઇલ કર્યા હતા.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 18T150059.985 વડોદરા: ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના આરોપીને પાસા

વડોદરાઃ વડોદરામાં ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગના આરોપીને પાસામાં જેલમાં ધકેલી દેવાયો છે. આ આરોપી યુવતીના ન્યુડ વિડીયો બનાવીને લોકોને બ્લેકમેઇલ કરતો હતો. આવા તેણે કેટલાય લોકોને બ્લેકમેઇલ કર્યા હતા.

આ આરોપી મેવાતી ગેંગનો સાગરિત છે. તેને ગુજરાત પોલીસે રાજસ્થાનના કોટ ગામમાંથી ઝડપ્યો છે. તેનું નામ સાજીદ ખાન છે. આ અંગે વડોદરા પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડોદરા પોલીસને ફરિયાદ મળી હતી કે એક વ્યક્તિ સીબીઆઇના અધિકારીના નામે લોકો પર રોફ છાંટતો ફરે છે અને યુવતીઓના મોર્ફ વિડીયો બતાવીને લોકોને બ્લેકમેઇલ કરે છે.

તેના પગલે પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી. આ તપાસ મેવાતી ગેંગ સુધી પહોંચી હતી. આ તપાસના ભાગરૂપે મેવાતી ગેંગના સાગરિત સાજીદ ખાનની વડોદરા પોલીસે રાજસ્થાનના કોટ ગામમાંથી ધરપકડ કરી હતી અને તેને વડોદરા લાવી હતી. સાઇબર ક્રાઇમ દ્વારા પણ તેની ઘનિષ્ઠ પૂછપરછ આદરવામાં આવી છે.

યુવતીના મોર્ફ કરેલા વિડીયોના આધારે તેણે કેટલા લોકોને બ્લેકમેઇલ કર્યા તે શોધવામાં આવી રહ્યુ છે. તેની વધુ પૂછપરછ જારી છે. તેની ગેંગમાં બીજા સાગરિતોની પણ શોધખોળ જારી છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગેંગના બીજા સાગરિતોને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે અને તેમની સામે કરા પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ