Airline News/ જાપાનથી અમેરિકા જતી ફલાઈટના પાઈલટે અચાનક ડાયવટ કર્યું પ્લેન, ફલાઈટમાં એવું તો શું બન્યું

જાપાનથી અમેરિકા જતી ફલાઈટ અચાનક ડાયવર્ટ કરાઈ. ફલાઈટમાં મુસાફરી કરી રહેલ પેસેન્જર્સના કારણે પાઇલટે પ્લેન ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવો પડ્યો.

Top Stories World
Mantay 70 જાપાનથી અમેરિકા જતી ફલાઈટના પાઈલટે અચાનક ડાયવટ કર્યું પ્લેન, ફલાઈટમાં એવું તો શું બન્યું

જાપાનથી અમેરિકા જતી ફલાઈટ અચાનક ડાયવર્ટ કરાઈ. ફલાઈટમાં મુસાફરી કરી રહેલ પેસેન્જર્સના કારણે પાઇલટે પ્લેન ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવો પડ્યો. ઓલ નિપ્પોન એરવેઝ (ANA) પ્લેન જાપાનથી અમેરિકા જતું હતું દરમ્યાન એક મુસાફર દ્વારા ક્રૂ મેમ્બર પર હુમલો કરવામાં આવ્યો. ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થવાના કારણે પાઈલટને પ્લેન ડાયવર્ટ કરવાની ફરજ પડી. ડાયવર્ટ કરવાની ફરજ પડી.

ઓલ નિપ્પોન એરવેઝ (ANA) દ્વારા આ માહિતી આપવામાં આવી. ANA જણાવ્યું કે મંગળવારે ફલાઈટ ટેક ઓફ થઈ ત્યારે નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ મેમ્બર પર હુમલો કર્યો હતો. મંગળવારે સાંજે જ્યારે ANA ફ્લાઇટ તેના ગંતવ્ય સ્થાન તરફ જઈ રહી હતી ત્યારે મુસાફરી કરી રહેલ પેસેન્જર દ્વારા કેબિન એટેન્ડન્ટને ડંખ માર્યો. ક્રૂ મેમ્બરને પેસેન્જરે ઘાયલ કરતા પાઈલટે પ્લેન પરત લેવાનો નિર્ણય કરતા ફલાઈટ પાછી ટોક્યોમાં લેન્ડ કરી. ફલાઈટ લેન્ડ થયા બાદ આરોપીને એરપોર્ટ પર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ વિમાનમાં 159 મુસાફરો સવાર હતા.

ઓલ નિપ્પોન એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 55 વર્ષીય અમેરિકન પેસેન્જર, જે સંપૂર્ણ રીતે નશામાં હતા, તેણે પ્લેનમાં હંગામો મચાવ્યો હતો. તેણે પહેલા અવાજ કર્યો અને જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે ક્રૂ મેમ્બરના હાથમાં ડંખ માર્યો, જેના કારણે તેને સામાન્ય ઈજા થઈ. પેસેન્જરે પોલીસની સામે કહ્યું કે તેને તેના વર્તન વિશે કંઈ યાદ નથી. તેણે કહ્યું કે તે તેના પર લાગેલા આરોપોની પરવા નથી કરતો અને તેણે આ ક્યારે કર્યું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પ્લેન ટોક્યોમાં ઉતર્યા બાદ આરોપી મુસાફરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. મહિલા ક્રૂ મેમ્બર જેના કરડવાથી હાથમાં ઈજા થઈ હતી તેને સારવાર માટે મોકલવામાં આવી હતી. પેસેન્જર અમેરિકન હોવાનું બહાર આવ્યું છે, પેસેન્જર વિશે વધુ કોઈ માહિતી બહાર આવી નથી. ટોક્યો મેટ્રોપોલિટન પોલીસ વિભાગે કહ્યું કે તે આ બાબતે વધુ માહિતી આપી શકે તેમ નથી. આ ઘટનાને લઈને ફ્લાઈટમાં સવાર મુસાફરો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

ફ્લાઈટમાં આ પ્રકારની ગેરવર્તણૂંકની ગતિવિધિઓમાં વધારો થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે ફલાઈટમાં મુસાફરી કરનાર લોકો સામાન્ય રીતે સમાજના ઉચ્ચ વર્ગના લોકો હોય છે. ફલાઈટ સુવિધાનો ઉપયોગ સમાજના ભદ્ર વર્ગના લોકો કરતા હોય છે. પરંતુ આજકાલ  ફલાાઈટમાં મુસાફરી કરી રહેલ કહેવાતા ભદ્ર સમાજની ગેરવર્તણૂંકની ઘટનાઓ વધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ