Pakistan/ ગુરુદ્વારાના સેવકોએ પાકિસ્તાન જઈ નમાજ કેમ અદા કરી? કારણ જાણી ચોંકી ઉઠશો

મળતી માહિતી મુજબ, આ બંને ભારતીયો પટિયાલા સ્થિત ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહિબ સાથે જોડાયેલા છે. તેમના નામ………….

World
Image 74 1 ગુરુદ્વારાના સેવકોએ પાકિસ્તાન જઈ નમાજ કેમ અદા કરી? કારણ જાણી ચોંકી ઉઠશો

Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે સૌ કોઈ જાણે છે. હાલમાં જ પાકિસ્તાનમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. શીખ ધર્મના 2 ભારતીયો હાલમાં જ બૈસાખીના તહેવાર પર પાકિસ્તાન ગયા હતા, અહીં ગયા પછી સામે આવેલી તેમની તસવીરો જોઈને દરેકને આશ્ચર્ય થયું છે. આ ભારતીય નાગરિકોની ઓળખ પણ થઈ ગઈ છે, પરંતુ શીખ સમુદાયના આ બે ભારતીયોને એવી શું મુશ્કેલીઓ નડી કે તેમને પાકિસ્તાનની એક મસ્જિદમાં જઈને નમાઝ પઢવી પડી. આ ફોટાએ રાજકીય ગરમાવો પણ વધારી દીધો છે.

મળતી માહિતી મુજબ, આ બંને ભારતીયો પટિયાલા સ્થિત ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહિબ સાથે જોડાયેલા છે. તેમના નામ સેવાદાર રામ સિંહ ચઢ્ઢા અને ગોવિંદ સિંહ છે. બૈસાખીના અવસર પર આ બંને કર્મચારીઓ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના જૂથ સાથે પાકિસ્તાનમાં ગુરુદ્વારાની મુલાકાતે ગયા હતા. પરંતુ તેમના ધર્મથી વિપરીત, તેઓ બંને પાકિસ્તાનની મસ્જિદમાં ગયા અને નમાઝ અદા કરી. સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરતા આ બંનેનો વીડિયો વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો છે.

પટિયાલા સ્થિત ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહિબના આ બે કર્મચારીઓ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન એક મસ્જિદમાં જઈને નમાજ અદા કરતા જોવા મળ્યા હતા. આ સંદર્ભે SGPCએ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. બંને કર્મચારીઓની ભારત આવ્યા બાદ પૂછપરછ કરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલી વધી, ICC ઈશ્યુ કરી શકે છે ધરપકડ વોરંટ

આ પણ વાંચો:ઈલોન મસ્કની ચીન મુલાકાત સફળ સાબિત થઈ, ટેસ્લા પર પ્રતિબંધ હટાવાયા

આ પણ વાંચો:કોવિશિલ્ડ રસી જોખમકારક! એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું, ‘રસીથી આડઅસર થઈ’