અમદાવાદ : શહેરમાં બાંધકામ સમયે એક મજુરનું મોત થયું છે. નિકોલમાં એટલાન્ટીસ સાઇટ પર બાંધકામ સમયે કામ કરતાં મજુરનું મોત થયું. ગરીબ પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાંધકામની સાઈટ પર કામગીરી ચાલુ હતી. દરમ્યાન સાઈટ પર કામ કરતા મજૂરનું તેની પત્ની સામે જ મોત થયું. મજૂરનું મોત થતા શહેરમાં સમગ્ર મામલે મોટો ઉહાપોહ મચ્યો છે. આ મામલે બિલ્ડરની મોટી ભુલ હોવાનું પણ સામે આવ્યું છે. શું બિલ્ડર સામે કોઈ કાનૂની કાર્યવાહી થશે કે કેમ?
શહેરમાં નિકોલ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર ચાલુ કામગીરી દરમ્યાન 11મા માળેથી નીચે પટકાતા મજૂરનું મોત થયું. મજુરના મોત બાદ મામલો રફે-દફે કરવાનો પ્રયાસ થતો હોવાનું સામે આવ્યું છે. કહેવાય છે કે અમદાવાદમાં બિલ્ડરની ભુલે મજુરનો જીવ લીધો. જે બાંધકામ સાઈટ પર કામગીરી ચાલુ હતી ત્યાં બિલ્ડર દ્વારા મજુરોની સુરક્ષા માટે કોઇ જ વ્યવસ્થા કરવામાં નથી આવી. સામાન્ય રીતે હાઈરાઈઝ બાંધકામ થતું હોય ત્યારે સેફટી માટે મોટી મોટી જાળી મૂકવામાં આવે છે. જેથી આવા કોઈ બનાવ બને ત્યારે સુરક્ષા મળી રહે. આ સાઈટ પર બિલ્ડર દ્વારા નિયમો નેવે મુકી સાઇટ પર બાંધકામ કરવામાં આવતું હતું. સાઈટ પર અમુક જગ્યાઓ પર જ સુરક્ષા કવચ એવી જાળી હતી. પરંતુ આ મજૂર જે બિલ્ડીંગમાં કામ કરી રહ્યો હતો ત્યાં કોઈપણ પ્રકારની જાળી નહોતી. આથી જ્યારે મજૂર 11મા માળ પર કામ કરતો હતો ત્યારે સહેજ પગ સરકતા નીચે પટકાયો અને ઘટનાસ્થળ પર જ મજૂરનું મોત નિપજયું. મજૂરની પત્નીની સામે જ મોત થતા સાઈટ પર કામ કરતા લોકોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. બિલ્ડરની ભૂલ હતી કે તેણે સાઈટ પર સુરક્ષા મામલે કોઈ ધ્યાન ના રાખ્યું. આથી મજૂરનું મોત થવા પર બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.
બાંધકામ સાઈટ પર સુરક્ષા મામલે મજુરો દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. છતાં બિલ્ડરે મજૂરોની ફરિયાદ કાને ના ધરતા સુરક્ષાને લઇ કોઇ જ પગલા લેવાયા નહી. મહત્વનું છે કે જે બાંધકામ સાઈટ પર મજૂરનું મોત થયું તે એટલાન્ટીસ સાઇટના માલિકોની છે. શહેરમાં અગાઉ પણ બાંધકામ સાઈટ પર મજૂરોના મોત થયા હતા. પરંતુ આ મામલે બિલ્ડરોની વગના લીધે ભીનું સંકેલવામાં આવ્યું હતું. આજે શહેરમાં હવે ફરી એક બાંધકામ સાઈટ પર મજૂરનું મોત થયું હતું. એટલાન્ટીસ સાઈડ પર સેફટીના નામે લોલમલોલ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ઝોનના TDOની મિલીભગતની ચર્ચા થઈ રહી છે. નિકોલની આ બાંધકામ સાઈટ પર જ્યારે અમારી ટીમ પંહોચી ત્યારે તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મજૂરના મોત મામલે મંતવ્ય ન્યુઝના સવાલથીએન્જીનીયર ભાગતા જોવા મળ્યા. આ એટલાન્ટીસ સાઇટના માલિકો સામે ક્યારે ગુનો દાખલ થશે તેમજ કોઈ ફરિયાદ લેવાશે કે કેમ તે મામલે જનમાનસમાં સવાલ ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા
આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો
આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત