Rain/ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, હજુ આટલા દિવસ રહેશે વરસાદનું જોર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવાસોમાં વરસાદની આગાહી કરી છે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 44 હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, હજુ આટલા દિવસ રહેશે વરસાદનું જોર

અમદાવાદ: ગુજરાતમાં હાલ વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવાસોમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં હજુ ત્રણ દિવસ સુધી વરસાદનું જોર રહેશે. આથી આગામી 22થી 27 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સારો વરસાદ રહેશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં બીજી સિસ્ટમમાં વરસાદ ઓછો થવાની શક્યતાઓ છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિસાવદરમાં સૌથી વધુ સવા 12 ઈંચ અને મેંદરડામાં પોણા 8 ઈંચ વરસાદ પડ્યો છે.આ સાથે 126 તાલુકામાં બે ઈંચથી વધુ અને 150 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાયા છે.

આ પણ વાંચો: મેઘો મુશળધાર/ ગુજરાતમાં વરસાદી આફતથી પરિસ્થિતિ નિયંત્રણ બહાર,નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા

આ પણ વાંચો: India Agents/ ખાલિસ્તાની આતંકવાદીની હત્યા પર કેનેડાના વડા પ્રધાનનો ભારત પર મોટો આરોપ

આ પણ વાંચો: Weather Update/ ગુજરાત, રાજસ્થાન, ઓડિશા આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગની ચેતવણી