Not Set/ જીવન જરૂરિયાતની ચીજોના વધતાં જતા ભાવને કારણે ભુખ્યા સુઇ જતાં લોકોની ભુખ શું યોગ મટાડશે ? : જયરાજસિંહ પરમાર

એક દિવસ યોગ કરવાથી સ્વાસ્થ્ય સુધરી નથી જતુ એના માટે નિરંતર પ્રક્રિયામાં સામેલ થવું પડે. દેશનાં ગરીબોને એક ટંક પોષણક્ષમ ભોજન નથી મળતુ અને આરોગ્ય સેવાઓના કોઈ ઠેકાણા નથી અને કોરોનાની બીજી લહેરમાં લોકોએ જોઈ લીધું.. આરોગ્ય સેવાઓ રોજ બરોજ મોંઘી બનતી જાય છે

Top Stories Gujarat Others Trending
લીંબુ મરચા 1 જીવન જરૂરિયાતની ચીજોના વધતાં જતા ભાવને કારણે ભુખ્યા સુઇ જતાં લોકોની ભુખ શું યોગ મટાડશે ? : જયરાજસિંહ પરમાર
એક દિવસ યોગ કરવાથી સ્વાસ્થ્ય સુધરી નથી જતુ એના માટે નિરંતર પ્રક્રિયામાં સામેલ થવું પડે.

આજે 21 જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાત સહીત  સમગ્રે દેશમાં વિવિધ ઉઓગ ને લગતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો આજે યોગ દિવસે  કોરોના વિરુદ્ધ રસીકરણનું મહા અભિયાન પણ  ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ  પરમારે સરકારની ઉજવણીઓ ઉપર માર્મિક કટાક્ષ ભર્યા પ્રહાર કરતી  પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે.  અને જણાવ્યું છે કે દેશ અભિયાનથી નહિ આયોજનથી ચાલશે.

મોદીજી ગુજરાતમાં હતા ત્યારે દર છ મહિને તેમની લોકપ્રિયતા માપવા વાંચશે ગુજરાત, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, નિર્મળ ગુજરાત, સદ્ભાવના ઉપવાસ,ગરીબ કલ્યાણ મેળા, પતંગોત્સવ,નવરાત્રી ઉત્સવ, શાળા પ્રવેશોત્શવ, ગુણોત્સવ સરદારના નામે લોખંડ ભેગુ કરવુ તો ક્યારેક વિવેકાનંદના નામનો ઉપયોગ ક્યારેક શ્યામજી કૃષ્ણ વર્માનુ નામ વટાવવુ આવા અનેક ડીંડવાણા સરકારી તંત્ર અને નાણાંનો દુરુપયોગ કરતા હતા હવે આ કાર્યક્રમને આગળ વધારતા ગંગા સફાઇ અભિયાન, સ્વચ્છતા અભિયાન, મન કી બાત જેવા અને હવે યોગ દિવસના નામે તાયફા કરી પ્રજાના નાણાંનો અને સમયનો વ્યય કરી રહ્યા છે.

દેશ અભિયાનો થકી નહી પરંતુ આયોજનથી ચાલે છે. ફકત સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવવાથી દેશ સ્વચ્છ નથી બની જતો તેને માટે મોટુ ફંડ અને ઇન્ફાસ્ટ્રકચર પણ જરુરી છે તેમ એક દિવસ યોગ કરવાથી સ્વાસ્થ્ય સુધરી નથી જતુ એના માટે નિરંતર પ્રક્રિયામાં સામેલ થવું પડે.
દેશનાં ગરીબોને એક ટંક પોષણક્ષમ ભોજન નથી મળતુ અને આરોગ્ય સેવાઓના કોઈ ઠેકાણા નથી અને કોરોનાની બીજી લહેરમાં લોકોએ જોઈ લીધું.. આરોગ્ય સેવાઓ રોજ બરોજ મોંઘી બનતી જાય છે ત્યારે સરકાર આ સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા યોગ દિવસના નામે ખોટા ખર્ચા કરી તેમના મળતિયાઓને ફાયદો કરાવી રહી છે.

ચીન અને જાપાનમા ફુંગ ફુ, કરાટે જેવી શરીરને ફીટ રાખવાની કસરતો પ્રચલીત છે અને રમતવિરો પેદા કરવા માટે આકરી તાલીમ થકી વિશ્વમા ચીન , જાપાન અને દ. કોરીયાએ વિશ્વ કક્ષાએ પોતાનો ડંકો વગાડી દીધો. આપણા યુવાનોએ યોગ થકી શરીર સુદ્ર્ઢ બનાવીને કોઇ આંતર રાષ્ટ્રીય કક્ષાએ નામના કાઢી હોય તેવુ જોવામા આવ્યુ નથી. જે દેશમા લોકોને પેટના ખાડા ભરવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરવી પડતી હોય તેને તો આ યોગાસન કરવા એ લકઝરી જેવુ લાગે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, સરકારને યોગ કરતા બીજી ઘણી બાબતોની પ્રાથમિકતા તરફ ધ્યાન આપવાની જરુર છે બાકી તો આદીકાળથી આપણે યોગ કરતા આવ્યા જ છીએ. આમ જનતાને તો યોગ અંગ કસરતના ખેલ જ લાગે છે. તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપ સરકારે હવે યોગના માધ્યમથી સત્તાના ઉપભોગનો નવો માર્ગ શોધ્યો છે. યોગ એક શારીરીક અને માનસિક વ્યાયામ છે જે પુરાતનકાળથી સર્વ સ્વીકાર્ય તથ્ય છે પરંતુ યોગ અને રાજયોગની વચ્ચેનું અંતર લોકોએ સમજવાની જરુર છે.

આજે ગુજરાતની હજારો શાળાઓ પાસે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યારે કરોડો રૂપિયાનુ આંધણ કરી યોગ દિવસના નામે સરકારી તિજોરીનો મનસ્વીપણે દુરપયોગ કેટલા અંશે વ્યાજબી ગણાય ?  તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર યોગમાં જ છે તેવા મોદી-સંદેશને ભ્રમવાક્ય સમજી લેતાં મુખ્યમંત્રી સરકાર ચલાવવાનું માંડી વાળી યોગ શિબિર ચલાવવાનુ શરુ કરવું જોઇએ.

હા, યોગ કરવાથી ટામેટા , બટાકા , તેલ , દાળ જેવી જીવનજરુરી વસ્તુઓના ભાવ નીચે આવી જવાના હોય તો મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળે સ્વર્ણિમ સંકુલને તુરતજ યોગસંકુલમાં ફેરવી દેવુ જોઇએ. વધતાં જતા ભાવ ને કારણે ભુખ્યા સુઇ જતાં લોકોની ભુખ શું યોગ મટાડશે ? પ્રજાને આપેલા વચનો પુરા કરવાના બદલે જુમલાસન કરતી ભાજપ સરકાર લોકોને મોંઘવારીના ખપ્પરમાં હોમી નિતનવા તાયફા કરવામાં વ્યસ્ત છે. ખેડુતોને સહાય કરવામાં બહાનાબાજી કરતી સરકાર યોગના બહાને કરોડો રુપીયા વેડફી અસંવેદનશીલતાનું શિર્ષાસન કરી રહી છે.

યોગાસનમાં આંખ બંધ કરી ધ્યાન ધરો તમારા બેંક એકાઉન્ટમાં પંદર લાખ રુપિયા અને બારણે બુલેટ ટ્રેન આવી જશે ? ફીક્સવેતનથી શોષિત યુવાનોની હતાશા ને દુર કરવા કોઇ આસન હોય તો જણાવવા સરકારને અનુરોધ કરું છું. ખેડુતોએ આત્મહત્યાના બદલે પોતાની મુશ્કેલી દુર કરવા યોગની કઇ મુદ્રા કરવી તે સ્પષ્ટ કરવું જોઈએ. ગુજરાત સરકાર કામ કરવાના બદલે ઉત્સવો , મેળાઓ , અને શિબિરો કરવામાં મસ્ત છે અને પ્રજા અસહ્ય મોંઘવારીથી ત્રસ્ત છે ત્યારે સરકારે રાજયોગ છોડી કર્મયોગ કરવો જોઈએ. યોગ દિનચર્યાનો જ એક ભાગ છે,